Breaking News : સુરતમાં AAP નેતા ગોપાલ ઇટાલિયાની અટકાયત, ગોપાલ ઇટાલિયાને ક્રાઇમ બ્રાંચની ઓફિસ લઇ જવાયા

|

Apr 17, 2023 | 4:45 PM

ગોપાલ ઇટાલિયાને ક્રાઇમ બ્રાંચની ઓફિસ લઇ જવામાં આવ્યા છે. પ્રાથમિક ધોરણે તેમની અટકાયતનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી.

Breaking News : સુરતમાં AAP નેતા ગોપાલ ઇટાલિયાની અટકાયત, ગોપાલ ઇટાલિયાને ક્રાઇમ બ્રાંચની ઓફિસ લઇ જવાયા

Follow us on

સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની ક્રાઇમ બ્રાંચ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાને ક્રાઇમ બ્રાંચની ઓફિસ લઇ જવામાં આવ્યા છે. પ્રાથમિક ધોરણે તેમની અટકાયતનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પોલીસ આ મામલે અધિકારીક રીતે નિવેદન આપી શકે છે.

આ પણ વાંચો-Breaking News : સુરતમાં AAP નેતા ગોપાલ ઇટાલિયાની અટકાયત, ગોપાલ ઇટાલિયાને ક્રાઇમ બ્રાંચની ઓફિસ લઇ જવાયા

સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની અટકાયત કરી હોવાનું સામે આવ્યુ છે. તેમની અટકાયતનું કોઇ ચોક્કસ કારણ તો સામે આવ્યુ નથી. જો કે પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે તેમને થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સામે કરેલી ટિપ્પણીને લઇને ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ કેસમાં પુછપરછ માટે ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગોપાલ ઇટાલિયાની અટકાયત અધિકારીક રીતે કેમ અટકાયત કેમ કરવામાં આવી છે તેની કોઇ જ માહિતી નથી. જો કે થોડા સમયમાં જ ગોપાલ ઇટાલિયાની કેમ અટકાયત કરવામાં આવી છે તે અંગે ક્રાઇમ બ્રાંચ સ્પષ્ટતા કરી શકે છે.

ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી સામે શું ટિપ્પણી કરી હતી ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAP નેતા ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી સામે ટિપ્પણી કરી હતી. ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ડ્રગ્સ મામલે એક ટિપ્પણી કરી હતી. આ બાદ આ મામલે સુરતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાએ ટિપ્પણી કરતા હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા.

આ સાથે તેમણે કહ્યુ છે કે, ગૃહમંત્રી ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે, મારા પર FIR કરવાથી અદાણી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. મેં જીવનમાં ક્યારેય નશો કર્યો નથી, નશો વેચ્યો નથી, છતાં મારા ફરિયાદ કરી રહ્યા છે. તેથી લાગી રહ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ગોપાલ ઇટાલિયાની આવી ટિપ્પણી બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી.

(વિથ ઇનપુટ-બળદેવ સુથાર, સુરત)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:24 pm, Mon, 17 April 23

Next Article