
અમદાવાદની એલિસબ્રીજ વિસ્તારમા આવેલી અખંડ આનંદ વિદ્યાલય અને હોસ્પિટલની કે જ્યાં ગુરુવારે ડોક્ટરની કેબિનમાં છતમાંથી અચાનક મોટું પોપડું પડ્યું. સદનસિબે કોઇ ઇજા ન થઇ પરંતુ હવે તબીબો અને વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરુમ કે કેબિનમા બેસતા પણ ડરે છે.અમદાવાદની આ એક એવી હોસ્પિટલ અને કોલેજ છે કે જ્યાં કામ કરતા તબીબો કે હોસ્પિટલ સ્ટાફ કે પછી હોસ્પિટલમાં આવનાર ગમે તે વ્યક્તિ, ગમે ત્યારે દર્દી બની શકે છે અથવા તો પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. આ હોસ્પીટલ છે તેવું માની લેવું પડે છે બાકી તો સીડીમા દેખાતા સળીયા,તુટી ગયેલા કોલમ,જર્જરીત દિવાલો,ભંગારથી ભરેલા રુમ, આ દ્રશ્યો જોઇને કોઇને પણ વિચાર આવે કે આવા જર્જરીત બિલ્ડિંગમા કામ કરવું એ સામે ચાલીને મોત નહીં તો કમ સે કમ અકસ્માતને તો આમંત્રણ છે જ. પરંતુ તેમ છતાં આયુર્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો પોતાના જીવના જોખમે આ ખંડેર બિલ્ડિંગમા ફરજ બજાવે છે.કોરોનાનાં કાળમા આયુર્વેદ અકસીર સાબિત થયુ છે પણ સરકાર આયુર્વેદ વિભાગને જ ગોળી પાઈ રહી છે. આ વિભાગને ન તો કોઇ વિશેષ બજેટ અપાય છે ન તો રાજ્યની આવી આયુર્વેદ કોલેજોને પ્રોત્સાહન અપાય છે. સરવાળે આવી ઈમારત ગમે ત્યારે મોતની ઈમારત બની જાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
telegram
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 1:47 pm, Sat, 8 August 20