અંકલેશ્વરમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી મહિલાને તેના પતિએ સાયનાઇડનું ઇન્જેક્શન આપી મોતને ઘાટ ઉતારી દીધી, જાણો શું છે આખી ઘટના

સાઇનાઇટ અત્યંત ઝેરી કેમિકલ છે જેનો રસાયણી ઉત્પાદનોમાં ઉપયપગ કરનાર કંપનીઓએ પણ હિસાબ રાખવો પડે છે. કડક કાયદા વચ્ચે જીગ્નેશ પટેલે આ અત્યંત ઝેરી રસાયન ક્યાંથી મેળવ્યું અને મોટો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે જે મામલે તપાસ પણ જરૂરી બને છે.

સમાચાર સાંભળો
અંકલેશ્વરમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી મહિલાને તેના પતિએ સાયનાઇડનું ઇન્જેક્શન આપી મોતને ઘાટ ઉતારી દીધી, જાણો શું છે આખી ઘટના
The woman was killed by her husband injecting her with cyanide
| Edited By: | Updated on: Aug 08, 2021 | 3:23 PM

અંકલેશ્વરમાં બીમાર મહિલા સારવાર દરમ્યાન અચાનક મૃત્યુ પામતા શંકાના આધારે કરાયેલી તપાસમાં મહિલાને સાયનાઇડ( Cyanide)આપી મોતને ઘાટ ઉતારી દેવાઈ હોવાની હકીકત આવી છે. મૃતક મહિલાના પતિએજ સાયનાઇડનું ઇન્જેક્શન આપી હત્યા કરી હતી. એક મહિના અગાઉના બનાવમાં FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ થતા બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસે પતિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ ખાતે આવેલ ગણેશ રેસિડેન્સી ખાતે રહેતા જીગ્નેશ પટેલે સારંગપુર ની ઉર્મિલાબેન વસાવા સાથે 8 વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ બાદ લગ્ન કર્યા હતા. ગત 8 મી જુલાઇ ના રોજ જીગ્નેશ પટેલે તેના સાળા વિજય વસાવા ને ફોન કરી જણાવ્યું હતું કે તમારી બહેન છાતી માં દુખાવો ઉપડ્યો છે જેને લઇ દવાખાને લઇ જવા રીક્ષા માં આવું છું અને અંકલેશ્વરની ઓરેન્જ હોસ્પિટલમાં મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

અંકલેશ્વર ઓરેન્જ હોસ્પિટલ ખાતે ઓબ્ઝર્વેશ અને તબીબી તપાસ માટે ઉર્મિલાને દાખલ કરવામાં આવી હતી જ્યાં તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. અચાનક સારવાર દરમિયાન ઉર્મિલાબેન ની તબિયત લથડી હતી અને અચાનક તેમનું મોત થયું હતું. ડોક્ટર દ્વારા પણ મહિલાના અચાનક મોત થતા આશ્ચર્યમાં પડ્યા હતા. મૃત્યુ બાદ નજરે પડેલા કેટલાક લક્ષણોથી શંકા ઉપજી હતી.

મામલે પ્રારંભે તબીબોની નિષ્કાળજીના આક્ષેપ થયા હતા જોકે હોસ્પિટલે પોસ્ટ મોટર્મ સહિતની કાર્યવાહીની તૈયારી બતાવી હતી. ઉર્મિલા વસાવાની તબીયત સારી હોવા છતાં અચાનક મોતની વાત હોસ્પિટલના પણ ગળે ઉતરતી ન હતી. હોસ્પિટલ અને ઉર્મિલાના ભાઈ દ્વારા પોસ્ટ મોટર્મની તૈયારી વચ્ચે ઉર્મિલાનો પતિ જીગ્નેશ પટેલ પી.એમ. કરવાની ના પાડતો રહ્યો હતો.જીગ્નેશની હરકતો પર ઉર્મિલાના ભાઈ વિજય વસાવા શંકા જતા તેઓએ શહેર પોલીસ મથકે જાણ કરી હતી.

અકસ્માત નોંધ દાખલ કરી પોલીસે પેનલ પી.એમ કરાવાયું હતું તેમજ દવાના બોટલ અને મૃતક ઉર્મિલાબેન ના વિશેરા લઇ તબીબી પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા. જેનો પી.એમ રિપોર્ટ આવતા ઉર્મિલાબેન નું મોત સાયનાઇડથી થયું હોવાનું બહાર આવ્યું હતું. પહેલથી શંક્સ્પદ હરકતો કરતા પતિની પૂછપરછ શરૂ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. શહેર પોલીસ દ્વારા મૃતક ઉર્મિલાબેનના ભાઈ વિજય વસાવાની ફરિયાદ આધારે મૃતકના પતિ જીગ્નેશ પટેલ વિરુદ્ધ હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

સાઇનાઇટ જીગ્નેશને કોને આપ્યું?
સાઇનાઇટ અત્યંત ઝેરી કેમિકલ છે જેનો રસાયણી ઉત્પાદનોમાં ઉપયગ કરનાર કંપનીઓએ પણ હિસાબ રાખવો પડે છે. કડક કાયદા વચ્ચે જીગ્નેશ પટેલે આ અત્યંત ઝેરી રસાયન ક્યાંથી મેળવ્યું અને મોટો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે જે મામલે તપાસ પણ જરૂરી બને છે.

 

Published On - 8:01 am, Sun, 8 August 21