નિષ્ઠુર માબાપ : નડિયાદમાં અઢી વર્ષની બાળકી મળી, સુરતમાં ત્યજી દેવાયેલ નવજાત માસૂમ મળી

|

Oct 28, 2021 | 6:27 PM

છેલ્લા કેટલાક સમયથી માસુમોને ત્યજી દેવાની ઘટનાઓમાં ઉત્તરોતર વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે અહીં એ સવાલ થાય છેકે આજનો જમાનો કંઇ તરફ જઇ રહ્યો છે. એક માતાપિતાને માસૂમોને ત્યજી દેતા કેમ જીવ ચાલતો હશે.

ખેડા : નડિયાદમાંથી આશરે બેથી અઢી વર્ષની બાળકી મળી આવવાની ઘટના બની છે. 24 કલાક પછી પણ બાળકને લેવા આવનાર અથવા તેનું નામ સરનામું પોલીસ શોધી રહી છે. નડિયાદના બાલ્કનજી બારી વિસ્તારમાંથી બાળકી મળી આવી છે. નડિયાદ ટાઉન પોલીસ દ્વારા આ બાળકીની ઓળખ કરવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નડિયાદ ટાઉન પોલીસ સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેકિંગ કરવામાં આવ્યા છે. બાળકીને હાલમાં નડીયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

નોંધનીય છેકે રાજયમાં આજે બે માસૂમો ગુમ હાલતમાં મળ્યા છે. આ પહેલા સુરતમાં એક ત્યજી દેવાયેલી નવજાત બાળકી પણ મળી છે. આ ઘટના ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિર નજીક બની છે. પરંતુ ગંભીર બાબત એ છે કે, નવજાત બાળકી પ્લાસ્ટિકની થેલીમાં હતી. થેલીને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી. હાલ તો બાળકની સુરત સિવિલ ખસેડવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ડોકટરોએ બાળકીને NICUમાં રિફર કરી છે…આ ઘટનાને પગલે સુરતમાં હાહાકાર મચી ગયો છે.અને ચો તરફ એક જ ચર્ચા છે કે, આ પ્રકારની ઘટના સમજામાં ક્યારે અટકશે.

છેલ્લા કેટલાક સમયથી માસુમોને ત્યજી દેવાની ઘટનાઓમાં ઉત્તરોતર વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે અહીં એ સવાલ થાય છેકે આજનો જમાનો કંઇ તરફ જઇ રહ્યો છે. એક માતાપિતાને માસૂમોને ત્યજી દેતા કેમ જીવ ચાલતો હશે. ફુલ જેવા માસુમો રઝડી પડવાથી શું તેમના માતાપિતાનું કાળજું કંપી નહીં જતું હોય, શું આજકાલના માબાપ આટલા નિષ્ઠુર બની ગયા છે ?

Published On - 6:24 pm, Thu, 28 October 21

Next Video