એક પરીક્ષાનું નબળું પરિણામ સફળતાનું સ્પીડબ્રેકર નહીં પણ પ્રેરણાસ્ત્રોત છે, વાંચો SSC માં અંગ્રેજીમાં 35 અને ગણિતમાં 36 અંક મેળવનાર IASની Success Story

|

May 25, 2023 | 9:14 AM

આજે રાજ્યમાં ધોરણ 10 ની SSC ની પરીક્ષાનું પરિણામ (GSEB Result)જાહેર થયું છે. પરિણામ સાથે ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસીનો માહોલ જોવા મળ્યો હતો. દરેક પરીક્ષાના પરિણામ સારા અને ઇચ્છિત આવે તેવી આપણી ધારણા રહેતી હોય છે પણ કેટલીકવાર પરિણામ અપેક્ષાથી વિપરીત પણ આવતા હોય છે.

એક પરીક્ષાનું નબળું પરિણામ સફળતાનું સ્પીડબ્રેકર નહીં પણ પ્રેરણાસ્ત્રોત છે, વાંચો SSC માં અંગ્રેજીમાં 35 અને ગણિતમાં 36 અંક મેળવનાર IASની Success Story

Follow us on

આજે રાજ્યમાં ધોરણ 10 ની SSC ની પરીક્ષાનું પરિણામ (GSEB Result)જાહેર થયું છે. પરિણામ સાથે ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસીનો માહોલ જોવા મળ્યો હતો. દરેક પરીક્ષાના પરિણામ સારા અને ઇચ્છિત આવે તેવી આપણી ધારણા રહેતી હોય છે પણ કેટલીકવાર પરિણામ અપેક્ષાથી વિપરીત પણ આવતા હોય છે જેના કારણે વિદ્યાર્થીઓ નિરાશ થઇ જતા હોય છે. જીવનમાં એક પરીક્ષાનું પરિણામ પ્રગતિનું સ્પીડ બ્રેકર નથી પણ પ્રગતિ માટેનો પ્રેરણાસ્ત્રોત હોવાનું ભરૂચ જિલ્લા કલેકટર અને IAS અધિકારી તુષાર સુમેરા(Tushar Sumera – Collector Bharuch)એ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમણે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં સામાન્ય પરિણામ છતાં દેશની સૌથી મુશ્કેલ ગણાતી UPSC ની પરીક્ષા પાસ કરી આજે જિલ્લા કલેકટર જેવો મહત્વપૂર્ણ સરકારી હોદ્દો હાંસલ કરવામાં સફળતા મેળવી છે.

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની ધોરણ 10 ની માર્કશીટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. આ માર્કશીટ જોતા પ્રથમ દ્રષ્ટિએ લાગે કે તે કોઈ સામાન્ય વિદ્યાર્થીની હશે જેને SSC બોર્ડની પરીક્ષામાં 700 માંથી માત્ર 343 ગુણ પ્રાપ્ત થયા છે. 50 ટકા કરતા પણ ઓછા ગુણ મળવા છતાં આ માર્કશીટ જેમની છે તે વિદ્યાર્થીએ દેશની સૌથી કઠિન ગણાતી UPSC પરીક્ષા પાસ કરી ન માત્ર જિલ્લા કલેકટર બન્યા પણ દેશના શ્રેષ્ઠ અધિકારીઓની યાદીમાં સ્થાન પામનાર એકમાત્ર ગુજરાતી અધિકારી પણ બન્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અમે વાત કરી રહ્યા છે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની જેમણે SSC માં 50% પરિણામ મળવાથી નિરાશ થઇ પોતાને સામાન્ય વિદ્યાર્થી તરીકે સ્વીકાર્યા ન હતા. આ ધિકારીએ આ પરિણામ હાથમાં આવ્યા બાદ અભ્યાસ પાછળ અથાક પરિશ્રમ શરૂ કર્યો હતો. તુષાર સુમેરાએ અથાક મહેનત અને ધ્યેય સ્થાપિત કરી આગળ જતા દેશની સૌથી કઠિન ગણાતી UPSC પરીક્ષા પાસ કરી આજે ભરૂચ જિલ્લા કલેકટર બન્યા છે.

સરકારી યોજનાઓને 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડનાર ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ ના શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદી Bureaucrats India profiles 22 prolific officers માં પસંદગી પામ્યા છે. 22 શ્રેષ્ઠ સનદી અધિકારીઓમાં એક માત્ર ગુજ્જુ IAS અધિકારી તુષાર સુમેરા યાદીમાં સ્થાન પામ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્કૃષ્ઠ કામગીરી માટે જેમની પીઠ થપથપાવી ચુક્યા છે તેવા તુષાર સુમેરાસનદી અધિકારી બનવા માંગતા અનેક યુવાનો માટે  પ્રેરણાસ્ત્રોત છે.

ભરૂચ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article