
બહુક્ષેત્રીય માહોલમાં પ્રતિભાવ વ્યવસ્થાતંત્ર સામેલ કરવા માટે સમકાલિન ટેકનોલોજી સમાવીને વ્યાપક સંકલન, વાસ્તવિક સમયમાં સંદેશાવ્યવહાર અને ઉભરી રહેલા બહુ-પરિમાણી જોખમોમાંથી બહાર આવવા માટે પરિચાલન ડેટાના આદાનપ્રદાનની પણ સહભાગીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી હતી અને તેમાં વધુ સામર્થ્ય મેળવવામાં આવ્યું હતું.

સહભાગી એજન્સીઓના વરિષ્ઠ હોદ્દેદારો આ કવાયતના સાક્ષી બન્યા હતા. બહુવિધ દળોના સૈનિકોને સમાવતા મજબૂત સેન્ટ્રલ ઓપરેશન રૂમ (COR) હેઠળ કાર્યરત પ્રતિભાવ વ્યવસ્થાતંત્રમાં ફિલ્ડ તાલીમની કવાયત યોજવામાં આવી હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે.

આ કવાયતમાં સ્પષ્ટપણે એકીકૃતતા અને સંકલન પ્રાપ્ત થયા હોવાનું જોવા મળ્યું હતું અને વરિષ્ઠ અધિકારીઓએ તેની પ્રશંસા કરી હતી.