માધવપુરના મેળાની ઉજવણી મામલે રાજકોટ જિલ્લા કલેકટરની વૈષ્ણાચાર્યો સાથે બેઠક યોજાઇ

|

Apr 01, 2022 | 4:20 PM

માધવપુર-ઘેડ ખાતે તા. 10 થી 13 એપ્રિલ સુધી યોજાનારા મેળામાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના હોવાની સાથોસાથ શહેરીજનોને અને ખાસ કરીને યુવાનોને પણ આ મેળામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી.

માધવપુરના મેળાની ઉજવણી મામલે રાજકોટ જિલ્લા કલેકટરની વૈષ્ણાચાર્યો સાથે બેઠક યોજાઇ
A meeting was held with the Vaishnacharyas of Rajkot District Collector regarding the celebration of Madhavpur fair

Follow us on

રાજકોટ (Rajkot)જિલ્લા કલેકટર (District Collector)અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને માધવપુર-ઘેડ (Madhavpur-Ghed)ખાતે યોજાનાર મેળામાં (Fairs) રાજકોટ જિલ્લાની સહભાગીતા માટે હવેલી સંપ્રદાયના ભક્તો- વૈષ્ણાચાર્યોની બેઠક (Meeting)કલેક્ટર કચેરી ખાતે મળી હતી. આ મિંટીંગમાં સરકારના આયોજનને આવકારી માઘવપુરના મેળામાં ભક્તો જોડાઈને રાજકોટ જિલ્લાના શ્રીકૃષ્ણ મંદિરોને, હવેલીઓને શણગારવા સંસ્થાઓએ આયોજન કર્યું હતું.

પોરબંદરના માધવપુર-ઘેડ ખાતે 10 થી 13 એપ્રિલ દરમ્યાન મેળો યોજાનાર છે. વિવિધ રાજ્યોના સરકારના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના આયોજનની જાણકારી પણ કલેક્ટર દ્વારા સંપ્રદાયના ભક્તો- વૈષ્ણાચાર્યોને આપવામાં આવી હતી.

હવેલીઓને શણગારી માધવપુરના મેળાના ભક્તો જોડાય તે માટે સૌને પ્રેરિત કરાશે, જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કેન્દ્ર-રાજ્ય સરકારના આયોજનને આવકાર, અખંડ ભારતની કામગીરીના ભાગરૂપે રાજકોટ ખાતે વિવિધ ધાર્મિકસ્થળોએ ઉજવણી કરાશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ બેઠકમાં કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘મન કી બાત’માં રજૂ કરેલા ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત માઘવપુરના મેળાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આ વિચારને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માધવપુર-ઘેડની સાથે સાથે આસપાસના જિલ્લાઓમાં પણ ટુરીઝમ સર્કિટ વિકસે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. જિલ્લાઓમાં આ મહોત્સવની ઉજવણીની ભાગરૂપે મુખ્ય સરકારી કચેરી, શહેરની તમામ હવેલી, મંદિરો વગેરેને શણગારી, લગ્નોત્સવ જેવો માહોલ ઉભો કરી આપણી ભારતીય સંસ્કૃતિ અને ભગવાન શ્રીકૃષ્ણના લગ્નનો ઉલ્લાસ મનાવવામાં આવશે.

માધવપુર-ઘેડ ખાતે તા. 10 થી 13 એપ્રિલ સુધી યોજાનારા મેળામાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના હોવાની સાથોસાથ શહેરીજનોને અને ખાસ કરીને યુવાનોને પણ આ મેળામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા પરિવહન માટે વધારાની એસ.ટી. વિભાગની બસો પણ ગોઠવવામાં આવશે.

આ બેઠકમાં ગૌસ્વામી ગોપેશકુમાર મહારાજ, ગૌસ્વામી અભિષેક લાલજી, ગૌસ્વામી અક્ષરકુમારજી, ગૌસ્વામી મધુસુદન લાલજી, ગૌસ્વામી પુરુષોત્તમ લાલજી, જિલ્લા નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર તથા વિવિધ હવેલીના ભક્તો તેમજ નંદાભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, નિતિનભાઈ ફિચડીયા, રૂચીરાયજી ગોસ્વામી, જતીનભાઈ પાટડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : મસાલા ખરીદતા પહેલા સાવધાન ! રાજકોટમાં રાઇમાં ભેળસેળનું કૌંભાડ ઝડપાયુ

આ પણ વાંચો : Bhavnagar: મહિલા PSI કરી અન્ય એક PSI વિરુદ્ધ બળાત્કાર અને લૂંટની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Next Article