ગુજરાત માટે ગર્વની વાત, મહેસાણાના આ શિક્ષકની વિશ્વભરમાં થઈ ‘વાહવાહી’

મહેસાણાના શિક્ષકની વિશ્વના ટોપ 10 ઈમ્પેક્ટ એજ્યુકેટરમાં પસંદગી થઈ છે, જે સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે.

ગુજરાત માટે ગર્વની વાત, મહેસાણાના આ શિક્ષકની વિશ્વભરમાં થઈ વાહવાહી
| Edited By: | Updated on: Feb 06, 2021 | 9:22 PM

મહેસાણાના શિક્ષકની વિશ્વના ટોપ 10 ઈમ્પેક્ટ એજ્યુકેટરમાં પસંદગી થઈ છે, જે સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે. મહેસાણા જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિલીપસિંહ વિહોલની “BIC CRISTAL PEN AWARD-2020” માટે પસંદગી કરવામાં આવી છે, આ સંસ્થા વિશ્વના 250 કરોડથી વધુ બાળકોની ભણતરની સ્થિતીમાં સુધારો કરવાના હેતુથી કાર્યરત છે, આ સંસ્થા દર વર્ષે વિશ્વના ઉત્કૃષ્ટ શિક્ષકોને સન્માનિત કરે છે અને 2020 માટે તેમણે વિશ્વભરમાંથી 10 શિક્ષકોની પસંદગી કરી છે, જેમાં મહેસાણા જિલ્લાના મહાદેવપુરા ડાભલાના શિક્ષક દિલીપસિંહ વિહોલની પસંદગી કરવામાં આવી છે.

 

બીઆઈસી ક્રિસ્ટલ પેન શિક્ષણ સહાયક સમુદાયો દ્વારા જીવનધોરણમાં સુધારો થાય તેમજ વિશ્વભરના બાળકોની ભણતરની સ્થિતિમાં સુધારો થાય તે હેતુથી કાર્યરત છે, તેમણે એવોર્ડ માટે જે શિક્ષકોની પસંદગી કરી છે તેમાં અમેરિકાના બે, ઓસ્ટ્રેલિયાના એક, ગ્રીસના એક, તૂર્કીના એક, બ્રાઝિલના બે, યુગાન્ડાના એક, ઈથોપિયાના એક શિક્ષક સહિત ભારતના દિલીપસિંહ વિહોલનો સમાવેશ થાય છે, દિલીપસિંહને ‘ન્યુ મેથડ ઓફ લર્નિંગ’ માટે આ એવોર્ડ મળ્યો છે.

 

આ પણ વાંચો: રાજ્યમાં CORONAના નવા 252 કેસ નોંધાયા, એક દર્દીનું મૃત્યુ