Earthquake Breaking: કચ્છમા મોડી રાત્રે ભૂકંપનો ઝટકો, કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિ.મી નોર્થ ઈસ્ટ

|

May 17, 2023 | 6:42 AM

ચ્છમા મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેમાં 1;09 વાગ્યે 4.2 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિ.મી દુર નોર્થ ઈસ્ટ છે. ત્યારે લાંબા સમય બાદ 4 ની ઉપરની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે.

Earthquake Breaking: કચ્છમા મોડી રાત્રે ભૂકંપનો ઝટકો, કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિ.મી નોર્થ ઈસ્ટ
Earthquake

Follow us on

કચ્છમા મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેમાં 1;09 વાગ્યે 4.2 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિ.મી દુર નોર્થ ઈસ્ટ છે. ત્યારે લાંબા સમય બાદ 4 ની ઉપરની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા 11 એપ્રિલે કચ્છ બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ હતી. ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 42 કિલોમીટર દૂર હતું.

આ પણ વાંચો: Gujarat Weather Forecast : આજે ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત, રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 1-2 ડિગ્રી ગગડશે

ઉલ્લેખનીય છે કે,  આ  પૂર્વે  પણ કચ્છ  રાપર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો . જેમાં ધોળાવીરા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું  હતું .જેમાં 8. 14 મિનિટે રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ઉપરાંત 05 એપ્રિલના રોજ  અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી સાવરકુંડલાના મીતીયાળા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ભૂકંપના આચકા અનુભવાયા હતા. જેમાં સાવરકુંડલાના મીતીયાળા, સાકરપરા, ધજડી અને ખાંભા ગીર વિસ્તારનાં નાની ધારી, વાંકીયા, ભાડ, નાના વિસાવદર, ઇંગોરાળા ગામમાં આંચકા અનુભવાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ફેબ્રુઆરી-માર્ચમાં વારંવાર ધ્રુજી ગુજરાતની ધરા

  • 20 માર્ચે બપોરે 2 કલાકે સૌરાષ્ટ્રમાં માંગરોળથી 57 કિમી દૂર 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
  • 20 માર્ચે સવારે 7.35 કલાકે કચ્છના ભચાઉથી 10 કિમી દૂર 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
  • 13 માર્ચે બપોરે 3.58 કલાકે કચ્છના બેલાએ 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
  • 11 માર્ચે બપોરે 4.53 કલાકે ગીર સોમનાથના ઉનામાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • 11 માર્ચે બપોરે 4.25 કલાકે કચ્છના દુધઇમાં ભૂકપ 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • 10 માર્ચના રોજ રાત્રે 7.1 કલાકે કચ્છના ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
  • 8 માર્ચના રોજ વહેલી સવારે કચ્છમાં 3.42 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
  • 4 માર્ચના રોજ સવારે કચ્છમાં 10.49 કલાકે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • 27 ફેબ્રુઆરીની મોડી રાત્રે 1:42 મિનીટે અમરેલીના ખાંભા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં આવેલા 4.3ની તીવ્રતાના ભૂકંપના કારણે રાજકોટમાં આંચકા અનુભવાયા.
  • 24 ફેબ્રુઆરીના રોજ સવારે 11.50 કલાકે અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
  • 23 ફેબ્રુઆરીએ રાત્રે 11.35 કલાકે અમરેલીમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો
  • 23 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે 9.6 કલાકે 3.1ની તીવ્રતાનો ભૂકંપો આંચકો અનુભવાયો.
  • 20 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈ પાસે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
  • 19 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
  • 14 ફેબ્રુઆરીના રોજ તાપીના ઉકાઇમાં સવારે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
  • 12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.52 કલાકે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 9 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સાંજે 9.08 કલાકે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.  આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:19 am, Wed, 17 May 23

Next Article