AMC વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદની કઢાવશે લાજ! 600 વર્ષ જૂનો ફતેહબાગ પેલેસ ખંઢેર હાલતમાં

|

Nov 06, 2021 | 9:20 PM

લાગે છે કે AMC વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદની લાજ કઢાવીને જ રહેશે. અમદાવદની ઘણી હેરીટેજ ઇમારતોની હાલત જોઇને તો એવું જ લાગી રહ્યું છે. ચાલો જાણીએ વિગતે.

સ્માર્ટ શહેર અમદાવાદમાં 861 સ્ટ્રક્ચરને હેરીટેજ તરીકે શોધવામાં આવ્યા છે. હેરીટેજ શહેર તરીકે ઓળખાતા અમદાવાદ શહેરની ઈમારતોની હાલત જ જર્જરિત છે. તંત્રની બેદરકારી અને ગોકળગતિએ ચાલતા કામના કારણે કોટ વિસ્તારની બહાર ઐતિહાસિક મહત્વ ધરાવતા ફતેહબાગ પેલેસ ખંઢેર બની ગયો છે. હેરિટેજ મહત્વ ધરાવતા અનેક સ્ટ્રક્ચર નાશ થવાના આરે ઉભા છે.

લાગે છે કે એએમસી માટે શહેરના કોટ વિસ્તારની બહાર આવેલા સ્ટ્રક્ચર હેરીટેજ નથી. શહેરના કોટ વિસ્તારની બહાર ઐતિહાસિક મહત્વ ધરાવતા 382 સ્ટ્રક્ચર આવેલા છે. આ તમામ ઐતિહાસિક ઇમારતો જર્જરિત હાલતમાં છે. સાત વર્ષ પહેલાં એએમસીએ હેરીટેજ ઇમારતો માટે સર્વે કર્યો હતો. પણ સાત વર્ષ બાદ પણ આ ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. જેના કારણે હેરિટેજ મહત્વ ધરાવતા અનેક સ્ટ્રક્ચર નાશ થવાના આરે ઉભા છે.

600 વર્ષ જુનો અમદાવાદના કોર્ટ વિસ્તારનો ફતેહબાગ પેલેસ જોઇને કોઈ કહે નહીં કે આની સરખી જાળવણી થતી હશે. પહેલી નજરે તમને આ દ્રશ્યો જોઈને લાગશે કે કોઈ ખંઢેર ઈમારત હશે. જ્યાં જુઓ ત્યાં ઝાડ ઉગી નીકળ્યા છે. જાળી ઝાખરાથી પેલેસની સુંદરતા દબાઈ ગઈ છે. તેમજ કચરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.

તો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજનો મોટો હિસ્સો લુપ્ત થવાના આરે છે. એએમસી દ્વારા શહેરને હેરિટેજ દરરજો મેળવવા માટે 2014 માં કોટ વિસ્તારની બહાર આવેલા ઐતિહાસિક અને હેરિટેજ મહત્વ ધરાવતા બંધકામોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કોટ વિસ્તારની બહાર ઐતિહાસિક મહત્વ ધરાવતી 382 ઇમારતોને આઇડેન્ટિફાય કરવામાં આવી હતી. પરંતુ સર્વે કર્યાના સાત વર્ષ બાદ પણ આ ઇમારતોને હેરિટેજ સ્ટ્રક્ચર્સ તરીકે દરજ્જો આપવામાં આવ્યો નથી. કે તેની જાળવણી કે રિસ્ટોરેશન માટે પગલાં લેવામાં નથી આવ્યા. જે કારણે મકતમપુરામાં ફતેહવાડી પાસે આવેલો ફતેહબાગ પેલેસ નષ્ટ થવાના આરે છે.

ફતેહબાગ પેલેસ 1582માં મુઘલ સુબેદાર અબ્દુલ રહીમ ખનેખાનએ ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફર શાહ સામે જીત મેળવવાની ખુશીમાં બંધાવ્યો હતો. 600 વર્ષ જૂના આ પેલેસને દેશ વિદેશ માંથી લોકો જોવા આવતા હતા. 50 એકરમાં આ પેલેસ બાંધવામાં આવ્યો છે. અંડર ગ્રાઉન્ડ અને બહારની સાઈડ ત્રણ માળનો આ પેલેસ છે. પેલેસમાં સૌથી મોટું અને આકર્ષક ગાર્ડન આવેલું હતું. પરંતુ આજે ગાર્ડનનું તો નામો નિશાન નથી રહ્યું. પેલેસ પણ નાશ થવાની કાગાર પર છે.

પેલેસ જ નહીં કોટ વિસ્તારની બહાર આવેલા 20થી વધારે હેરિટેજ મહત્વ ધરાવતી ઇમારતો ભયજનક હાલતમાં છે. જેમાં હજરત જલાલુદ્દીનની વાવ, ભાડજ વાવ, ફતેહબાગ પેલેસ, વટવા ગ્રામ પંચાયત તળાવ, બહેરામપુરામાં સપ્તઋષિનો આરો, બહેરામપુરામાં આવેલું માહિસાસુરમર્દીનું મંદિર, રાખીયાલમાં આવેલી નાનીકરમ શોભરાજ મિલ, દુધેશ્વરમાં આવેલું હેરિટેજ સ્ટ્રક્ચર, મધુપુરામાં આવેલી ગુજરાત જીનિંગ મિલ કમ્પાઉન્ડ સહિત અનેક હેરિટેજ ઇમારતો ખતરામાં છે. એમએમસી અને હેરીટેજ કમિટીનો દાવો છે કે પેલેસને તેની ઓળખ ફરી અપાશે.

2014માં કરવામાં આવેલા સર્વેમાં 861 સ્ટ્રક્ચર શોધવામાં આવ્યા હતા. જેમાંથી 382 સ્ટ્રક્ચર એ, એ1, બી અને સી કેટેગરીમાં મુકવામાં આવ્યા હતા. જેમાંથી મોટભાગની ઈમરાતો ભયજનક હાલતમાં હતી. પરંતુ કોર્પોરેશન દ્વારા આ ઇમારતોની જાળવણી કે રિસ્ટોરેશનના કરતા અત્યારે આ હેરિટેજ અને ઐતિહાસિક વારસો લુપ્ત થવાના આરે છે. એએમસીએ માત્ર કોટ વિસ્તારની અંદર આવેલી ઇમારતોની જાળવણી કરી સંતોષ માની લીધો છે.

 

આ પણ વાંચો: અમદાવાદના જાસપુરમાં 1000 કરોડના ખર્ચે બનશે મા ઉમિયાનું ભવ્ય મંદિર, જે વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે

આ પણ વાંચો: પર્યટકો માટે ખુશ ખબર: AMC નો મોટો નિર્ણય, દિવાળી વેકેશનમાં આ તારીખે પણ ખુલ્લું રહેશે કાંકરિયા

Next Video