ભરૂચના ઝગડીયા સ્થિત UPL-5 કંપનીમાં ધડાકા સાથે આગ લાગી, 24 લોકો ઈજાગ્રસ્ત

|

Feb 23, 2021 | 8:42 AM

રાતે ભરૂચ જિલ્લામાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત થયો છે. ઝાગડિયા સ્થિત કેમિકલ કંપની (chemical company) યુપીએલ -5 ના પ્લાન્ટમાં જબરદસ્ત ધડાકા બાદ આગ લાગી હતી. વિસ્ફોટ એટલો ઝડપી હતો કે તેનો અવાજ 10 કિ.મી.થી વધુના ત્રિજ્યામાં સંભળાયો અને ધરા ધ્રુજી હતી.

ઘટનામાં આ કેમિકલ કંપનીમાં કામ કરતા ૨૪ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને અંકલેશ્વર અને વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. રાતે ૨ વાગ્યાના અરસામાં કંપનીના સીએમ પ્લાન્ટમાં અચાનક પ્રેસર વધવાના કારણે બોઇલરમાં ધડાકો થયો હતો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બ્લાસ્ટની સાથે પ્લાન્ટમાં પણ આગ લાગી હતી. આગ એટલી પ્રબળ છે કે દરેક જગ્યાએ ધુમાડો જોવા મળી રહ્યો છે. યુપીએલ -5 એક કેમિકલ ઉત્પાદન કંપની છે. જોકે, આગ કેવી રીતે શરૂ થઈ તે અંગેની માહિતી હજુ સુધી જાહેર થઈ નથી.

પ્લાન્ટમાં બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે તેનો તીવ્ર અવાજ 10 કિ.મી.ની ત્રિજ્યામાં સંભળાયો હતો. આસપાસની કંપનીઓ અને નજીકના ગામોમાં ધડાકાના કારણે બારી – દરવાજાના કાચ તૂટી ગયા હતા. બનાવ સંદર્ભે ઇન્ડસ્ટ્રીયલ સેનફી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ સહિતની સરકારી એજન્સીઓએ સ્વતંત્ર તપાસ હાથ ધરી છે.

Next Video