અમદાવાદ નાગરિક પુરવઠા કચેરીમાં 9 લોકો પોઝિટિવ, રેશનકાર્ડને લગતી કામગીરી પર થશે અસર

|

Jan 12, 2022 | 3:11 PM

શહેરમાં વ્યાજબીભાવના રેશનની દુકાનોના ઘણા સંચાલકો પણ કોરોના પોઝિટીવ આવ્યા છે ત્યારે આ લોકોમાંથી કોઈ દ્વારા કચેરીમાં કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

અમદાવાદ (Ahmedabad) માં લાલદરવાજા ખાતેની પુરવઠા વિભાગ હસ્તકના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ (civil supplies department)ની વડી કચેરીમા કોરોના (Corona) નો રાફડો ફાટયો છે. અન્ન નિયંત્રક (Food controller) સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ તેમજ ઝોનલ ઓફિસરો સહિત 9 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

પુરવઠા વિભાગની કચેરીમા ફરજ બજાવતા અધિકારીઓ અને સ્ટાફ કોરોનાથી સંક્રમિત બન્યા છે. કચેરીમાં કોરોના કેસ આવતા કચેરીમા રેશનકાર્ડ અને તેને લગતી અન્ય કામગીરી ઓ પર ભારે અસર પડી છે. કોરોના સંક્રમણને પગલે સમગ્ર કામગીરી ઠપ્પ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

કચેરીમાં એક સાથે 9 લોકો પોઝિટિવ આવ્યા છે ત્યારે કચેરીના અન્ય કમચારીઓમા પણ સંભવિત કોરોનાના લક્ષણો હોવાની આશંકા છે. જેના પગલે અન્ય કર્મચારીઓઓના કોરોનાના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યારે કચેરીના હજુ વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની સંક્રમિત આવવાની શક્યતા છે.

બીજી તરફ શહેરના અનેક વ્યાજબીભાવના રેશનની દુકાનોના સંચાલકો પણ કોરોના પોઝિટીવ આવ્યા છે ત્યારે આ લોકોમાંથી કોઈ દ્વારા કચેરીમાં કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જો વધુ અધિAhmedabadકારીઓ અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવશે તો રેશનને લગતી કામગીરી પર પણ અસર થઈ શકે છે.

આ પણ વાંચોઃ Ahmedabad: બી.જે.મેડીકલ કોલેજની લેબને 24 કલાક કાર્યરત કરાઈ, કોરોના સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળે તે માટે કરાઇ વ્યવસ્થા

આ પણ વાંચોઃ  અમદાવાદમાં કોરોના વકર્યો, નવા 19 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર

Next Video