કોરોના બાદ 79 ટકા લોકોને આવે છે ડરામણાં સ્વપ્ન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં ચોંકાવનારી વિગતો આવી સામે

|

Jul 04, 2021 | 2:25 PM

કોરોના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું કે, 79 ટકા લોકોને કોરોના બાદ તેઓને ડરામણાં સ્વપ્ન આવે છે.

કોરોના બાદ 79 ટકા લોકોને આવે છે ડરામણાં સ્વપ્ન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં ચોંકાવનારી વિગતો આવી સામે
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક  ભવન દ્રારા તાજેતરમાં લોકોને આવતા સ્વપ્નો પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 1,350 જેટલા લોકો સાથે કરાયેલા સર્વેમાં ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. સંશોધન કરનાર ડો.ધારા દોશીના કહેવા પ્રમાણે 79 ટકા લોકોએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, કોરોના બાદ તેઓને ડરામણાં સ્વપ્ન આવે છે. સર્વે દરમિયાન લોકોને કરાયેલા પ્રશ્નો પર નજર કરીએ.

શુ તમને સ્વપ્ન આવે છે ?
જેમાં 92 % એ હા અને 8 % એ ના કહ્યું.

તમને કેવા પ્રકારના સ્વપ્ન આવે છે?

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
  1. 35 % લોકોને ભયને કારણે ઊંઘ ઊડી જાય એવા સ્વપ્ન આવે છે.
  2. 37 % એવા વિચારોના જે કોઈને કહી ન શક્યા હોઈએ તેવા સ્વપ્ન આવે છે.
  3. 15 % બહુ જ આનંદ આપે એવા સ્વપ્ન આવે છે.
  4. 10 % નિષેધક સ્વપ્ન આવે છે.
  5. 3 % વિધાયક સ્વપ્ન આવે છે.

સ્વપ્નના કારણે તમારી ઊંઘ ખરાબ થાય છે?
જેમાં 87% એ હા અને 13% એ ના કહ્યું.

શુ તમને દિવસમાં કરેલ ક્રિયાઓ અને વિચારોને અનુલક્ષીને રાત્રે સ્વપ્ન આવે છે?
જેમાં 78.80 % એ હા અને 21.2 % એ ના કહ્યું.

ભૂતકાળમાં બનેલ ઘટનાઓને અનુલક્ષીને તમને સ્વપ્ન આવે છે?
જેમાં 75 % હા અને 25 %ના કહ્યું.

તમે એવું માનો છો કે સવાર માં જોયેલ સ્વપ્ન સાચું થાય?
જેમાં 72 % હા અને 28 % એ ના કહ્યું.

કોરોનાના કારણે તમને ડરામણા સ્વપ્ન આવ્યા છે?
જેમાં 79 % હા અને 21 % એ ના કહ્યું.

લોકડાઉનના સમયે ઘરે રહેવાથી વધુ ઊંઘના કારણે સ્વપ્નમાં વધારો જોવા મળ્યો?
જેમાં 74.67 % એ હા 25.33 % એ ના કહ્યું.

તમને ક્યારેય પરિવારજનોને કોરોના થઈ જશે એવા સ્વપ્ન આવ્યા છે?
જેમાં 79 % એ હા અને 21 % એ ના કહી હતી.

તમારી તબિયત બગડી એવા સ્વપ્ન આવ્યા છે?
જેમાં 67 % એ હા 33 % એ ના કહ્યું હતું.

આ પણ વાંચો: SURAT : કારના સ્પેરપાર્ટની ચોરી કરતી ગેંગ સક્રિય, ચાર ઇકો કારમાંથી થઈ ચોરી

સ્વપ્ન અંગેના લોકોએ આપેલા મંતવ્યો:

  1. મને વારંવાર મારા સગા વ્હાલના મૃત્યુના સ્વપ્ન જ આવે છે અને રોજ એક જ સમયે મારી ઊંઘ જતી રહે. ઘણીવાર જ્યારે કોઈના મૃત્યુ વિશે કઈ સાંભળું ત્યારે સતત થોડા દિવસે મને એવા જ સ્વપ્ન આવે છે.
  2. જ્યારે કોઈ અંતિમયાત્રાના રથ જોવ ત્યારે ઊંઘમાં જ હું ચાલવા લાગુ જાણે કોઈની સ્મશાન યાત્રામાં હું જોડાયો હોવ.
  3. મારી પત્નીને વારંવાર મારા મૃત્યુના જ સ્વપ્ન આવે જેથી એ મને ક્યાંય પોતાનાથી અળગો નથી થવા દેતી.

સ્વપ્ન માનસિક ઘટના છે લોકો જેવું જોવે-વિચારે તેવું સ્વપ્ન આવે છે: સર્વે

સ્વપ્ન એક માનસિક ઘટના કે પ્રક્રિયા છે જેનું મનોવૈજ્ઞાનિક રીતે ઘણું મહત્વ છે. કેમ કે, સ્વપ્ન આપણને વ્યક્તિની વીતેલ જીંદગી અને ભવિષ્યની ઘટનાઓ બંને ના વિશે જાણકારી પ્રદાન કરે છે.

 

આ પણ વાંચો: Madhuri Dixit હવે ઓટીટી પર કરશે ધમાલ, શું સુષ્મિતા, લારા પર પડશે ભારી ?

Published On - 2:21 pm, Sun, 4 July 21

Next Article