સામાન્ય રીતે નાના બાળકો રમતા-રમતા કોઇ વસ્તુ ગળી જાય તેવા તો અનેક કિસ્સાઓ બનતા હોય છે અને તેનુ સફળ રીતે ઓપરેશન કે અન્ય રીતે બહાર પણ કાઢી શકાય છે. જોકે ભુજ (Bhuj) અદાણી સંચાલીત મેડીકલ હોસ્પિટલમાં એક 78 વર્ષના વૃધ્ધને દાખલ કરાયા હતા જે આવી જ કોઇ વસ્તુ ગળી ગયા હતા.
માંડવી (Mandavi) તાલુકાનાં વડઝરી ગામના 78 વર્ષના શામજી મેઘજી ભીમાણીને અચાનક ઉધરશ અને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોચ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ સ્વસ્થ ન થતા ભુજની ખાનગી હોસ્પિટલ (Hospital) માં પરીક્ષણ કરાવ્યુ હતુ જેમાં તેને ફેફસામાં કોઇ વસ્તુ ફસાઇ ગઇ હોવાનુ ધ્યાને આવ્યુ હતુ.
પરિક્ષણ કરતા તેઓ બોરનો ઠળીયો ગળી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. 78 વર્ષની ઉંમર, હાઇ બી.પી, ડાયાબીટીસની તકલીફ અને હૃદય માત્ર 25 ટકા કામ કરતુ હતુ. તે વચ્ચે તેને સારવાર માટે ભુજની અદાણી સંચાલીત જનરલ હોસ્પિટલમા સારવાર માટે લવાયા અને ડોક્ટરોએ તેનુ સફળ ઓપરેશન કરી ફરી સ્વસ્થ કર્યા હતા.
સામાન્ય રીતે બાળકો કે ઉંમર થોડી ઓછી હોય ત્યારે આવા પ્રકારના ઓપરેશન જોખમી હોતા નથી પરંતુ 78 વર્ષની ઉંમરે આટલી બિમારીઓ વચ્ચે આ ઓપરેશન કરવુ પડકારજનક અને જોખમી પણ હતુ કેમકે આ પ્રકારની શસ્ત્રક્રિયા મેડિકલ સાયન્સમાં જોખમી ગણાય છે. દર્દીની શ્વાસનળીમાં દૂરબીન સેટ કરાય છે. અને ત્યારબાદ ઓપરેશન કરવામાં આવે છે તેવામા દર્દીને અન્ય બીમારીઓ પણ હતી પરંતુ જોખમ વચ્ચે પણ અદાણી હોસ્પિટલની ટીમે આ ઓપરેશન સફળતા પુર્વક પાર પાડ્યું હતું.
અદાણી હોસ્પિટલમાં આ પ્રકારનુ જટીલ ઓપરેશન પ્રથમવાર થયુ હશે કેમકે ભાગ્યે જ આટલી મોટી ઉંમરે આવા પદાર્થ ગળી જવાના કિસ્સા બનતા હોય છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેંદ્ર હિરાણ, અજિત ખીલનાની, ડો. હેતલ જોશી, રેસિ. ડો. નિસર્ગ દેસાઇ તેમજ ડૉ. રોનક બોડાત, ડૉ. મંદાકિની ઠક્કર, ડૉ. જયદીપ પટેલ, ડૉ. નિરાલી ત્રિવેદી તેમજ ડૉ.ખ્યાતિ સહિત નિષ્ણાંતો આ જટલી કહી શકાય તેવા ઓપરેશનમાં જોડાયા હતા
78 વર્ષના વયોવૃધ્ધ ઠળીયો ગળી જતા શ્ર્વાસ લેવામાં મુશ્કેલી વચ્ચે તેઓ અદાણી સંચાલીત જી.કે.જનરલ હોસ્પિટલમા પહોચ્યા હતા. ઓપરેશન જોખમી હતું અને પરંતુ મેડીકલ ડોક્ટરોની ટીમે તે સફળ રીતે પાર પાડ્યું હતું. અપુરતી મેડીકલ સુવિદ્યાની ફરીયાદ વચ્ચે અદાણી સંચાલીત હોસ્પિટલના ડોક્ટરોની ટીમે કરેલા જટીલ ઓપરેશનથીરોબ્ એક દર્દીને નવજીવન મળ્યુ છે. નિષ્ણાંત ડોક્ટરોએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધી 68 વર્ષ સુધીના દર્દી પર આવી શસ્ત્રક્રિયા થયાનુ મેડીકલ ક્ષેત્રે બન્યુ છે.
આ પણ વાંચોઃ Ahmedabad: રાજસ્થાનની યુવતીના ગળામાં 12 સે.મી.ની લંબાઇનું લોખંડનું તીર ઘૂસી ગયુ અને પછી શું થયું જુઓ!