શ્વેતક્રાંતિના 75 વર્ષ: સૌથી મોટી સહકારી સંસ્થા અમૂલના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે અમિત શાહ

| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:02 AM

આજે વિશ્વ વિખ્યાત અને ગુજરાતની આગવી ઓળખ સમાન આણંદની અમુલ ડેરીનો આજે 75મો સ્થાપના દિવસ છે. ત્યારે અમિત શાહની હાજરીમાં આનંદ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાશે.

દેશની સૌથી મોટી સહકારી સંસ્થાનો આજે 75મો સ્થાપના દિવસ છે. વિશ્વ વિખ્યાત અને ગુજરાતની આગવી ઓળખ સમાન આણંદની અમુલ ડેરીનો આજે 75મો સ્થાપના દિવસ છે. ત્યારે તેની ઉજવણી કરવામાં આવશે. શ્વેતક્રાંતિના 75 વર્ષની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ખાસ હાજરી આપશે. જ્યાં અમિત શાહ અમુલ ડેરીના પ્લાન્ટની મુલાકાત લેશે. સાથે જ ડેરીના ચેરમેન, દૂધ ઉત્પાદકો અને ઉત્પાદક સંઘના સભ્યો સાથે તેઓ બેઠક કરશે.

આજના કાર્યક્રમોની વાત કરીએ તો, 11.45 કલાકે અમિત શાહ આણંદ સ્થિત અમુલ ડેરી ખાતે પહોંચશે. જ્યાં બપોરે 12 કલાકે અમુલ ડેરીમાં શાહનું ડેરીના સત્તાધીશો દ્વારા સ્વાગત કરાશે. બપોરે 12.15 કલાકે શાહ પ્રથમ ડેરીના ચેરમેન, દુધ ઉત્પાદક સંઘના સભ્યો સાથે બેઠક કરશે. અને ત્યારબાદ 12.40 કલાકે અમિત શાહ અમુલ ડેરીના પ્લાન્ટની મુલાકાત કરશે. બાદમાં 1 વાગ્યાની આસપાસ ડૉ.કુરિયન મ્યુઝિયમમાં તેઓ ભોજન લેશે. તો બપોરે 1.45 કલાકે અમિત શાહ સ્ટેજ કાર્યક્રમમાં હાજરી આપશે.

આજે અમુલ ડેરીનો 75મો સ્થાપના દિવસ છે. એ નિમિત્તે બપોરે 11.45 કલાકે અમિત શાહનું આણંદમાં આગમન થશે. તો બપોરે 12.05 કલાકે શાહ અમુલ ડેરી ખાતે પહોંચશે. ત્યાર બાદ બપોરે 12.15 કલાકે દૂધ સંઘના સભ્યો સાથે તેઓ બેઠક કરશે. બપોરે 12.40 કલાકે અમુલ ડેરીના પ્લાન્ટની મુલાકાત પણ લેશે. અને બપોરે 01.45 કલાકે સ્ટેજ કાર્યક્રમમાં હાજરી આપશે.

 

આ પણ વાંચો: National Unity Day 2021: કેવડિયામાં સરદાર પટેલની 146 મી જન્મજયંતીની ઉજવણી, યોજાશે આ ખાસ કાર્યક્રમો

આ પણ વાંચો: Nawab Malik : ક્રૂઝ રેવ પાર્ટીમાં એક રેસ્ટોરન્ટથી આવ્યું હતું જમવાનું, તેની સાથે ડ્રગ્સ પણ મોકલવામાં આવ્યું: નવાબ મલિકનો નવો દાવો

Published on: Oct 31, 2021 07:40 AM