ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત 4 કર્મીને કોરોના, પાલિકાની કચેરી 5 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

|

Sep 02, 2020 | 11:15 AM

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરની નગર પાલિકાને આગામી પાંચ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા નગર પાલિકાના ચીફ ઓફિસર સહીત ચાર કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા જ પાલિકામાં ખળભળાટ મચ્યો હતો અને આખરે પાલિકાને બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. એક તરફ કોરોનાની મહામારીને લઇને લોકો પરેશાન છે અને તેમાંથી બહાર આવવા માટે […]

ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત 4 કર્મીને કોરોના, પાલિકાની કચેરી 5 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

Follow us on

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરની નગર પાલિકાને આગામી પાંચ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા નગર પાલિકાના ચીફ ઓફિસર સહીત ચાર કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા જ પાલિકામાં ખળભળાટ મચ્યો હતો અને આખરે પાલિકાને બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

એક તરફ કોરોનાની મહામારીને લઇને લોકો પરેશાન છે અને તેમાંથી બહાર આવવા માટે થઇને  પુરજોશ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ કોરોના યોદ્ધાઓ જ જાણે કે તેમાં સપડાઇ રહ્યા હોવાના દાખલા સામે આવી રહ્યા છે. ખેડબ્રહ્મા શહેરમાં આવેલ પાલિકાના ચિફ ઓફીસર  પણ કોરોનામાં સપડાયા હતા. આ સાથે અન્ય કર્મચારીઓને પણ લક્ષણો પણ જણાઇ આવતા એક બાદ એક ચાર કોરોના પોઝિટીવ મળી આવ્યા હતા. જેમાં પાલિકાના કલાર્ક, પાલિકાના સરકારી વાહનના ચાલક અને એક સફાઇ કામદાર પણ કોરોના પોઝિટીવ તરીકે સામે આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પાલિકા બંધ રાખવાને લઇને લોકોને કચેરીના કામ અંગે હાલ પુરતી મુશ્કેલી વેઠવી પડશે પરંતુ પાલિકા દ્રારા શહેરમાં ચાલતા નિયમિત કાર્યો અને સંચાલનને ચાલુ રાખવામાં આવ્યા છે અને આ માટે ચોક્કસ પ્રકારની સુચનાઓ દ્રારા વર્ક ફ્રોમ હોમના ધોરણે મોનિટરીંગ પાલિકા અને શહેરની પ્રાથમિક વ્યવસ્થાના સંચાલનનુ કરવામાં આવી રહ્યુ હોવાનુ ચિફ ઓફીસર કલ્પેશ ભટ્ટ જણાવ્યુ હતુ.

ખેડબ્રહ્મા નગરપાલિકામાં સાઇઠ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે અને તેમને મોટાભાગે હોમ ક્વોરન્ટાઇનની સ્થિતીમાં રાખવામાં આવ્યા છે અને જે લોકો સંક્રમીત કર્મચારીઓથી દુર હતા તેઓ ઘરેથી પોતાના કાર્યનુ સંચાલન કરી રહ્યા છે જેથી પાલિકા વિસ્તારના રહિશોને સમસ્યાઓ ના સર્જાય.

Next Article