ઉત્તરાયણના દિવસે 3,700થી વધુ ઇમરજન્સી કેસો આવવાની શક્યતાઃ જોઈએ રાજ્યભરમાં 108ની ટીમ કેવી રીતે રહેશે એલર્ટ

|

Jan 12, 2022 | 1:26 PM

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી ગયો છે ત્યારે ઉત્તરાયણને લઇ 108 ની ટીમે તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરાયણના દિવસે 3,500થી વધુ ઇમરજન્સી કેસો આવવાની શક્યતા સાથે 108 ઇમરજન્સી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

ઉત્તરાયણના દિવસે 3,700થી વધુ ઇમરજન્સી કેસો આવવાની શક્યતાઃ જોઈએ રાજ્યભરમાં 108ની ટીમ કેવી રીતે રહેશે એલર્ટ
The team of 108 made preparations for Uttarayan

Follow us on

દર વર્ષની જેમ આ વખતે પણ ઉતરાયણ (Uttarayan) પર્વ ઉપર ઇમરજન્સી કેસ (emergency cases)માં વધારો નોધાવાની શક્યતા છે. જેના પગલે 108 દ્વારા ક્યાં જિલ્લામાં કેટલી ઇમરજન્સી આવશે તેનો ડેટા (data) તૈયાર કરવામાં આવ્યો છે. 108ના કર્મચારીઓ ઉતરાયણના દિવસે તૈનાત રહશે. વર્ષ 2021 કરતા 2022માં કેસમાં 30 ટકાના વધારાની શકયતા જોવાઈ રહી છે. જેથી 800થી વધુ એમ્બ્યુલન્સ (ambulance) સહિત 4 હજાર કર્મચારી ખડેપગે રહેશે.

ઉત્તરાયણ પહેલેથી સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ શરુ થઈ જતી હોય છે. આ તૈયારીઓ વચ્ચે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પણ સજજ બની જાય છે. દર વર્ષે ઉત્તરાયણના પર્વમાં ઘાયલ થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં 40થી 50% ટકા અને સમગ્ર ગુજરાતમાં 35થી 40 ટકા વધારો થાય છે.

ગત્ત વર્ષે 14મી જાન્યુઆરીએ 19 ટકા અને 15મી જાન્યુઆરીએ 108ની કામગીરીમાં 21 ટકા વધારો જોવા મળ્યો હતો. જેથી આ વખતે 14મી જાન્યુઆરીએ 30 ટકા અને 15મી જાન્યુઆરીએ શનિવાર અને 16 જાન્યુઆરીએ રવિવાર હોવાથી 40 ટકા જેટલો વધારો કામગીરીમાં થાય તેવી શકયતા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ દિવસોમાં સવારે 08 વાગ્યાથી બપોરના 03 વાગ્યા સુધી 108ને સૌથી વધુ કોલ્સ મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 108ને જે રોજીંદા ઇમરજન્સી કોલ મળે છે તેના પ્રમાણમાં દર લર્ષે કેટલો વધારો જોવા મળે છે તેને ધ્યાને લઇને આ વર્ષે કેટલા પ્રમાણમાં અને કેવા પ્રકારની ઇમરજન્સી કોલ્સ મળશે તે બાબતનું એનાલિસિસ કરાયુ છે.

વર્ષ પ્રમાણે આંકડા જોઈએ

2017- નોર્મલ કોલ – 2802 , ઉતરાયણ ઉપર – 3190 અને વાસી ઉતરાયણ 3007

2018- નોર્મલ કોલ – 2859 , ઉતરાયણ ઉપર – 3527 અને વાસી ઉતરાયણ 3596

2019- નોર્મલ કોલ – 2984, ઉતરાયણ ઉપર – 3467 અને વાસી ઉતરાયણ 3478

2020- નોર્મલ કોલ – 3302 , ઉતરાયણ ઉપર – 3953 અને વાસી ઉતરાયણ 3998

2021- નોર્મલ કોલ – 2500 , ઉત્તરાયણ ઉપર – 3300 અને વાસી ઉત્તરાયણ 3000

એનાલિસીસનું તારણ

108ની ટીમે એનાલિસીસ કરતા આ વખતની ઉત્તરાયણમાં 3700 જેટલા કોલ્સ જ્યારે 15મીએ 3200 થી વધુ કોલ મળે તેવું તારણ કાઢ્યું છે. અને તેમાં 16 જાન્યુઆરીએ રવિવાર હોવાથી આ આ વર્ષે કોલ વધવાની વધુ શકયતા સેવાઈ રહી છે. કેમ કે આ વર્ષે ત્રણ દિવસ ઉત્તરાયણ ઉજવાય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 700 થી 800 કેસો આ બે દિવસ દરમિયાન આવવાની શક્યતા જોવાઇ રહી છે.

5 વર્ષના કેસ ડેટાના આધારે તૈયારી કરી

ઉત્તરાયણમાં અગાસી પરથી પડી જવાના કે દોરી વાગવાની દુર્ઘટનાના બનાવો વધતાં હોવાનું ઇમરજન્સી 108ના ધ્યાને આવતા છેલ્લા 5 વર્ષના કેસ ડેટા જોતાં ઉતરાયણ પર્વમાં ઇમરજન્સીની જરૂરિયાત વધતી હોવાને કારણે ઇમરજન્સી 108 દ્વારા એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જે માટે વધારાની સખ્યામાં ઇમરજન્સી ઓફીસર અને ડોકટરોની ટીમને તૈયાર કરી દેવાઈ છે. ઉપરાંત 108 કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવાઈ છે.

પતંગ ચગાવતી વખતે ખાસ સલામતી રાખવાની અપીલ

પતંગ ચગાવતી વખતે ખાસ સલામતી રાખવાની અપીલ ઇમજરન્સી સેવા 108 દ્વારા કરાઇ છે. જેમાં લીસી, ખરબચડી, તૂટેલી, નબળી છત કે ધાબા પર ઉભા ન રહેવું, નબળા, જર્જરિત બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ન ચઢવું, ઉંચાઇએથી જમીન પર કૂદવું નહીં, જાહેર રસ્તાઓ પર પતંગ પકડવા દોડવું નહીં, ઇલેક્ટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવા નહીં વગેરે તકેદારી રાખવાની અપીલ કરાઇ છે.

એક એપ્લિએકેશન પણ લોન્ચ કરાઈ

તાજેતરમાં 108 ઇમરજન્સી દ્વારા એક એપ્લિએકેશન લોન્ચ કરવામાં આવી છે જે એપ્લિએક્શન શરૂ થયે મહિનો થયો છે. આ એક મહિનામાં તેનો બહોળો ઉપયોગ પણ થયો છે અને હજુ પણ લોકો તેનો વધુ ઉપયોગ કરે તેવી પણ અપીલ 108 દ્વારા કરાઈ છે, જેથી દર્દીને ઝડપી સારવાર આપી શકાય.

પક્ષીઓ માટે કરુણા અભિયાન શરુ કરાયું

એટલું જ નહીં પણ 10થી 20 જાન્યુઆરી સુધી 24 જિલ્લા અને શહેરોમાં પક્ષીઓ માટે કરુણા અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે. જેમાં 41 જેટલાં NGO જોડાયા છે. દર વર્ષે 1500 જેટલાં કોલ પક્ષીઓ માટે આવતાં હોય છે. ત્યારે આ કેસને જોતાં 24 જિલ્લામાં 38 જેટલી એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. તેમજ અન્ય 51 સારવાર કરતી વાનને પણ જોડવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે ઉત્તરાયણના દિવસમાં પક્ષીઓ માટેની ઈમરજન્સી સેવામાં 150 ટકા કોલનો વધારો થઈ જતો હોય છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં લોખંડના ભંગારનો વ્યવસાય કરતા 30 વેપારીઓને ત્યાં સ્ટેટ GST વિભાગનાં દરોડા, 285 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મળ્યા

આ પણ વાંચોઃ હરિધામ-સોખડા મંદિરમા સંતો દ્વારા મારામારીની ઘટનાઃ યુવકના પિતાનો વીડિયો સામે આવ્યો, કહ્યું આમારા પર જોખમ છે

Next Article