Ahmedabad: સાબરમતી રેલવે સ્ટેશન પર આવેલી યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ ટ્રેનના 34 મુસાફરો કોરોના પોઝિટીવ

|

Apr 17, 2021 | 8:52 PM

અમદાવાદ (Ahmedabad)માં એક તરફ કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરની બહારથી આવી રહેલા લોકો પણ કોરોનાથી સંક્રમિત જણાઈ રહ્યા છે.

અમદાવાદ (Ahmedabad)માં એક તરફ કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરની બહારથી આવી રહેલા લોકો પણ કોરોનાથી સંક્રમિત જણાઈ રહ્યા છે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન (Sabarmati railway station) પર આવેલી યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ (Rishikesh-Ahmedabad train)ટ્રેનના 34 મુસાફરો કોરોના પોઝિટીવ આવ્યા છે.

 

 

 

ટોટલ 350 લોકોનો કોરોના વાઈરસનો ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાંથી 34 લોકો પોઝિટીવ આવ્યા છે. ત્યારે વધતા કોરોનાના કેસને લઈને રેલવે વિભાગે અને AMCએ કામગીરી શરૂ કરી છે. બહારના રાજ્યમાંથી આવતા લોકોને ટેસ્ટિંગ બાદ જ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શહેરના સાબરમતી રેલવે સ્ટેશન પર કોરોના વાઈરસનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે.

 

 

ઋષિકેશથી અમદાવાદ આવેલા મુસાફરોનું પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રેનમાં આવેલા તમામ મુસાફરોનું એન્ટીજન ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે તથા સરકારના આદેશ પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કોરોના પોઝિટીવ આવેલા મુસાફરોને સમરસ હોસ્ટેલ ખાતે લઈ જવામાં આવ્યા છે. ત્યારે રેલવે વિભાગે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રેલવે સ્ટેશન કે ટ્રેનમાં માસ્ક નહીં પહેર્યુ હોય કે યોગ્ય રીતે નહીં પહેર્યુ હોય તો દંડ ભરવો પડશે. યોગ્ય માસ્ક નહીં પહેરવા બદલ રૂપિયા 500 દંડ નક્કી કરાયો છે. દંડની પ્રક્રિયા માટે કર્મચારીઓને સૂચના પણ આપી દેવાઈ છે.

 

અમદાવાદ સિવિલના આરોગ્યકર્મીઓની ફરજનિષ્ઠાને સલામ

સિવિલ મેડીસીટીના 2,500થી વધુ સ્ટાફે મહિનાઓથી રજા લીધી નથી. જીહાં, અત્યારે સમસ્ત દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈલાજની આશાએ આવેલા દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે ગુજરાત સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે.

 

માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સતત ફેરફાર

શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં આજે 442 વિસ્તારમાંથી 24 વિસ્તાર દૂર કરવામાં આવ્યા છે. જ્યારે વધુ 17 સોસાયટી અને એપાર્ટમેન્ટનો ઉમેરો થયો છે. તેની સાથે જ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનનો આંકડો 435 પર પહોંચ્યો છે. નવા વિસ્તારમાં જોધપુર, ઓઢવ, બોડકદેવ, ઘાટલોડિયા, ચાંદખેડાના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થયો છે.

 

આ પણ વાંચો: ટાસ્ક ફોર્સના સભ્ય દિલીપ માવલંકરનો સ્પષ્ટ અભિપ્રાય, ‘રાજ્યમાં કોરોના રસીકરણની પદ્ધતિ ખોટી’

Published On - 8:28 pm, Sat, 17 April 21

Next Video