સારા સમાચાર: દિવાળી સુધીમાં 3 લાખ કોલેજિયનોને મળશે ટેબ્લેટ, સરકારે આપ્યો ઓર્ડર

|

Sep 21, 2021 | 5:30 PM

કોલેજ કરતા વિદ્યાર્થીઓ માટે આખરે સારા સમાચાર આવી ગયા છે. વર્ષ 2019-20 અને 2020-21 માં ટેબ્લેટથી વંચિત રહી ગયેલા 3 લાખ વિદ્યાર્થીઓને દિવાળી સુધીમાં ટેબ્લેટ મળી જશે.

સારા સમાચાર: દિવાળી સુધીમાં 3 લાખ કોલેજિયનોને મળશે ટેબ્લેટ, સરકારે આપ્યો ઓર્ડર
3 lakh collegians to get namo tablet before Diwali by gujarat sarkar

Follow us on

કોલેજ કરતા વિદ્યાર્થીઓ માટે આખરે સારા સમાચાર આવી ગયા છે. ખરેખરમાં ગુજરાત સરકાર યોજના અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપે છે. જે માત્ર એક હજાર રૂપિયામાં આપવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે વર્ષ 2019-20 ના અમુક વિદ્યાર્થીઓ આનાથી વંચિત રહી ગયા હતા. તે વર્ષના 72 હજાર વિદ્યાર્થીઓને હવે ટેબ્લેટ આપવામાં આવશે. સરકારે 3 લાખ ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે. જે અંતર્ગત દિવાળી પહેલા આ ટેબ્લેટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

ખરેખરમાં વર્ષ 2019-20 માં જાન્યુઆરી સુધી દોઢ લાખ બાળકોને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાના કારણે 72 હજાર જેટલા બાળકો આ લાભથી વંચિત રહી ગયા હતા. બાદમાં સરકાર દ્વારા અપાતા આ ટેબ્લેટ ચાઈનાના હોવાનો વિવાદ સર્જાયો હતો. અને સરકારે ઓર્ડર કેન્સલ કર્યો હતો. સાથે જ વર્ષ 2020-21 મો કોલેજ પ્રવેશ લેનારા 2 લાખ 25 હજાર જેટલા વિદ્યાર્થી પણ આ ટેબ્લેટથી વંચિત છે. ત્યારે દિવાળી સુધી આ બંને વર્ષના દરેક લાભાર્થીને ટેબ્લેટ મળવાની સંભાવના છે.

મળેલી માહિતી મુજબ દિવાળી પહેલા કોલેજના બાળકોમાં આ ટેબ્લેટનું વિતરણ કરી દેવામાં આવશે. સૌપ્રથમ 2019-20 ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવશે. જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ GTU ની ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓ છે. મહત્વનું છે કે લાભથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષને બદલે અભ્યાસના ત્રીજા વર્ષે વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે. જો કે કોરોના લોકડાઉનમાં ઓનલાઈન શિક્ષણ સમયે જેની વધારે જરૂર હતી એ ટેબ્લેટ બાળકોને છેક હવે મળશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

તમને જણાવી દઈએ કે ધોરણ 10 અને 12 પછી કોલેજમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનામાં નોંધણી કરાવનાર વિદ્યાર્થીને માત્ર એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે. જો કે આ ટેબ્લેટ ચાઈના કંપનીના હોવાના કારણે તેના પર વિવાદ પણ થયો હતો. જો કે કહેવાઈ રહ્યું છે કે હવે સરકારે ભારતીય કંપનીને ઓર્ડર આપ્યો છે.

 

આ પણ વાંચો: Sabarkantha: બે કાંઠે વહી હાથમતી નદી, ઉપરવાસમાં વરસાદથી નદીમાં આવેલા નવા નીર જોવા ઉમટયા લોકો

આ પણ વાંચો: ‘લિફ્ટની સાથે સીડીઓ પણ છે’: સોલા સિવિલમાં બંધ લિફ્ટ પર આરોગ્ય પ્રધાનનો જવાબ, જુઓ જનતાની સમસ્યાના શું આપ્યા જવાબ

Next Article