જામનગરમાં ગોઝારી ઘટના: નદીમાં નહાવા પડેલા 3 બાળકો તણાયા, 2 નો આબાદ બચાવ

|

Sep 26, 2021 | 8:02 PM

જામનગર જિલ્લામાં ચોંકાવનારી ઘટના બની છે. આહીયાની નદીમાં નહાવા પડેલા 3 બાળકો તણાયાના અહેવાલ આવ્યા છે. જેના કારણે ચારે તરફ ચકચાર મચી જવા પામ્યો છે.

જામનગરથી ગોઝારી ઘટના સામે આવી છે. જામનગરની રૂપારેલ નદીમાં 3 બાળકો નહાવા પડ્યા હતા. પરંતુ ડા દરમિયાન ત્રણેય બાળકો તણાયા હતા. ધુંવાવ પાસે આવેલી રૂપારેલ નદીમાં આ ઘટના બની છે. આ બાદ સ્થાનિકો દ્વારા બે બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ હજુ પણ એક બાળકની શોધખોળ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે આવી ઘટનાઓ જોવા મળી છે. ઘણા એવા અહેવાલ આવ્યા છે જેમાં નદી કે તળાવમાં નહાવા પડેલા વ્યક્તિ તણાયા હોય. તેમાંથી ઘણાનો આબાદ બચાવ થયો જ્યારે અમુકે આ દુનિયા છોડી દીધી. થોડા દિવસો અગાઉ જ રાજકોટ નજીક આવેલી નદીમાં અન્ય રાજ્યના યુવાનો તણાયા હતા. જેમાંથી 2 નો બચાવ થયો હતો જ્યારે 2 મૃત હાલતમાં મળ્યા હતા. ઘણી શોધખોળ બાદ 2 યુવાનોની બોડી મળી હતી. ત્યારે રૂપારેલી નદીમાં બાળકો સાથે બનેલી ઘટના પણ ચોંકાવનારી છે. આવામાં 2 બાળકોને સ્થાનિકોએ બચાવ્યા છે. ત્યારે સ્થાનિકો પ્રાર્થના કરી રહ્યા છે કે એક અન્ય બાળક પણ જલ્દી જ હેમખેમ બચી જાય.

 

 

આ પણ વાંચો: વધુ એક વાવાઝોડું : બંગાળનાં અખાતમાં સર્જાયેલા હવાનાં હળવા દબાણને કારણે વાવાઝોડું ગુલાબ સક્રિય બન્યું, જાણો ક્યાં ત્રાટકશે

આ પણ વાંચો: Valsad: લાખોની કારમાં પેટ્રોલ ફૂલ કરાવીને ભાગી જતા નબીરાને પોલીસે ઝડપી પાડ્યો, CCTV ના દ્રશ્યો આવ્યા સામે

Published On - 7:57 pm, Sun, 26 September 21

Next Video