કેનેડાથી યુએસમાં સરહદ પાર કરીને તસ્કરી કરીને મૃત્યુ પામેલા ગુજરાતી પરિવારની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેમના શંકાસ્પદ સ્થળાંતર માટે જવાબદાર સ્થાનિક એજન્ટે છેલ્લા 3 વર્ષમાં લગભગ 10 પરિવારોને કેનેડાની સરહદ મારફત યુએસ મોકલ્યા હતા અને તેમાંથી 3 પરિવારો ગુમ થયા હોવાની આશંકા છે. તેઓ અહીંના લોકોના સંપર્કમાં ક્યારેય આવ્યા નથી.
રાજ્યના સીઆઈડી (ક્રાઈમ)એ પહેલાથી જ જગદીશ પટેલ (35), તેમની પત્ની, 33 વર્ષીય વૈશાલી અને તેમના બાળકો વિહંગા, 12 અને ધાર્મિક, 3ના મૃત્યુની તપાસ શરૂ કરી દીધી છે. તેઓ કલોલ તાલુકાના નવા ડિંગુચા (dingucha) ગામના રહેવાસી હતા. જેમાં વૈશ્વિક માનવ તસ્કરી (Human trafficking) નું રેકેટ બહાર આવ્યું છે તેમાં, ચારેય ભારતીયોના એક મોટા જૂથનો ભાગ હોવાનું જાણવા મળ્યું છે જેમને કેનેડાથી યુએસમાં ગેરકાયદે પ્રવેશ કરાવવામાં આવી રહ્યો હતો.
આ જૂથના સભ્યો અમેરિકા-કેનેડા સરહદ (US-Canada border) સુધી -35 ડિગ્રી આસપાસ ઠંડીમાં 11 કલાકથી વધુ ચાલ્યા હતા. જગદીશ પટેલ અને તેમનો પરિવાર રાત્રે કડકડતી ઠંડીમાં આ જૂથમાંથી અલગ થઈ ગયો હતો. તેમના મૃતદેહો સરહદની કેનેડા બાજુ પર સરહદથી માંડ 10 મીટરના અંતરે મળી આવ્યા હતા.
સ્થાનિક એજન્ટ, જેનું નામ પોલીસ દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, તેણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ પરિવારના લોકોને કેનેડા મોકલ્યા હતા. આ એજન્ટ અગાઉ લોકોને શ્રીલંકા અને સિંગાપોર મોકલતો હતો. છેલ્લા ચાર વર્ષમાં તેણે લોકોને કેનેડાની સરહદ દ્વારા યુએસ મોકલવાનું શરૂ કર્યું હતું તેમ પોલીસે જણાવ્યું હતું.
એજન્ટ ટુરિસ્ટ વિઝા પર લોકોને પહેલાં થાઈલેન્ડ જેવા નાના દેશોમાં પાંચ દિવસથી એક અઠવાડિયા સુધી અસલી પ્રવાસીઓ તરીકે પ્રસ્થાપિત કરવા માટે મોકલતો હતો. બાદમાં તેને ટુરિસ્ટ વિઝા પર કેનેડા મોકલ્યા હતા. ત્યાં ઉતર્યા પછી આ લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસાડવાના હતા તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
લગભગ 3,600 લોકોની વસ્તી ધરાવતા નવા ડિંગુચાના રહેવાસીઓએ જણાવ્યું હતું કે એજન્ટે તેમના ગામ તેમજ આસપાસના ગામડાઓમાંથી લગભગ 10 પરિવારોને કેનેડા મોકલ્યા હતા. “જોકે, તેમાંથી 3 પરિવારો ગુમ થઈ ગયા છે. અમને તેમના તરફથી આજ સુધી કોઈ સંદેશો મળ્યો નથી.
આ વિસ્તારમાં ઘણા એવા એજન્ટો સક્રીય છે જે લોકોના અમેરિકા જવાના સપનાનો ફાયદો ઉઠાને છે. એજન્ટો આવા પરિવારોને માન્ય વિઝા વિના અમેરિકામાં પહોંચાડી દેવાનો વાયદો કરીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવે છે એમ પોલીસે જણાવ્યું હતું. એજન્ટ અને તેના સહાયકો પુખ્ત વ્યક્તિ દીઠ આશરે રૂ. 70 લાખ અને બાળક દીઠ રૂ. 25 લાખ વસૂલે છે. પટેલ પરિવારના કિસ્સામાં, તેણે ઓછામાં ઓછા રૂ. 1.5 કરોડ લીધા હોવાની શંકા છે. સ્થાનિક એજન્ટ, મુંબઈમાં અન્ય એક એજન્ટ અને કેનેડા અથવા યુએસમાં તેમના મળતિયા વ્યક્તિ અહીંનો માણસ અમેરિકામાં તેના ગંતવ્ય સ્થાને પહોંચે પછી સમગ્ર રકમ વસૂલ કરે છે, તેવું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ અરે રે ! વલસાડમાં નવ પરણિત યુગલને જેલમાં જ વિતાવવી પડી સુહાગરાત, જાણો શું છે કારણ
આ પણ વાંચોઃ Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?
Published On - 5:06 pm, Tue, 25 January 22