પાકિસ્તાનની જેલમાં કેદ 20 ગુજરાતી માછીમારોને મુક્ત કરાયા, વાઘા બોર્ડર આવશે આ માછીમારો

|

Nov 14, 2021 | 6:27 PM

દૂતાવાસ દ્વારા ગુજરાત ફિશરીઝ ડિપાર્ટમેન્ટને આ માહિતી મળ્યા બાદ, પાકિસ્તાનથી વાઘા બોર્ડર પર પરત ફરી રહેલા માછીમારોને લેવા માટે ચાર સભ્યોની ટીમ રવિવારે અમૃતસર જવા રવાના થઈ હતી.

PUNJAB : પાકિસ્તાનની જેલમાં સબડતા 20 ગુજરાતી માછીમારો મુક્ત થયા થયા છે.ગુજરાતના માછીમારો પાકિસ્તાનની જેલમાં લાંબા સમયથી કેદ હતા.જેમની સજા પુર્ણ થતા તેમને મુક્ત કરાયા છે. જેલમાંથી 20 માછીમારો આજે વાઘા સરહદે આવશે.ઉલ્લેખનીય છે કે ભારત-પાક દરિયાઈ સીમા પાસે માછીમારી કરતા સમયે તેમનું અપહરણ થયું હતું.એવામાં જેલની સજા પૂરી કરી ચૂકેલા 350 કરતાં વધુ માછીમારીને મુક્ત કરવા કેન્દ્ર સરકારએ પાકિસ્તાનને રજૂઆત કરી છે.

ગુજરાતને અડીને આવેલા અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા ભારતીય માછીમારોની પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનો દ્વારા સરહદ પારના ગુનાના ઉલ્લંઘનમાં સતત ધરપકડ કરવામાં આવી રહી છે અને કોરોનાના સમયગાળા દરમિયાન લાંબા સમયથી પકડાયેલા માછીમારોને છોડવામાં આવ્યા નથી. દિવાળીના અવસર પર પાકિસ્તાન તરફથી સમાચાર આવ્યા છે કે લગભગ અઢી વર્ષ પહેલા પાકિસ્તાન સરકારે નાના અને મોટા એમ 20 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

દૂતાવાસ દ્વારા ગુજરાત ફિશરીઝ ડિપાર્ટમેન્ટને આ માહિતી મળ્યા બાદ, પાકિસ્તાનથી વાઘા બોર્ડર પર પરત ફરી રહેલા માછીમારોને લેવા માટે ચાર સભ્યોની ટીમ રવિવારે અમૃતસર જવા રવાના થઈ હતી. કરાચીની મરીનલાધી જેલમાંથી મુક્ત કરાયેલા ભારતીય માછીમારો સોમવારે વાઘા બોર્ડર પર પહોચશે અને ત્યાં બંને દેશોની સેના અને બાદમાં પંજાબ પોલીસ ગુજરાતની ટીમના દસ્તાવેજોના આધારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તેમને ગુજરાત મોકલશે.

આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ

આ પણ વાંચો : 18 દિવસની બાળકીને માતાએ નદીમાં ફેંકી હત્યા કરી, પોલીસ અને પતિ સમક્ષ અપહરણનું નાટક રચ્યું

 

Next Video