પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા માછીમારોએ આપી માહિતી, જેલમાં કેવો હતો વ્યવહાર? હજુ કેટલા માછીમારો કેદ?

|

Nov 18, 2021 | 7:16 AM

Vadodara: પાકિસ્તાનની જેલમાં છેલ્લા કેટલાક સમયથી બંધ ભારતીય માછીમારો પોતાના માદરે વતન માટે રવાના થયા હતા. તો 17 નવેમ્બરે તેઓ વડોદરા પહોંચ્યા હતા.

Vadodara: પાકિસ્તાનની જેલમાંથી (Pakistan Jail) મુક્ત થયેલા 20 માછીમારો ગુજરાત (Gujarat) આવી ગયા છે. રાત્રે તમામ માછીમારોનું (Fisherman) વડોદરા રેલવે સ્ટેશન પર આગમન થયું હતું. 20 માછીમારોમાં ગીર સોમનાથના (Somnath) 19 માછીમારો અને પોરબંદરના (Porbandar) એક માછીમારનો સમાવેશ થાય છે. ત્યારે આ સમાચારરહી માછીમારોમાં ખુશીનો માહોલ છે. માછીમારો બે દિવસ પહેલા વાઘા બોર્ડરથી ગુજરાત આવવા નીકળ્યા હતા. માછીમારોએ ટીવી9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હજુ પાકિસ્તાનની જેલમાં તેમની સાથેના 14 સહિતના કુલ 570 જેટલા માછીમારો કેદ છે.

આ સમાગ્ર મામલે એક માછીમારે માહિતી આપતા જણાવ્યું કે અમને જેલમાં ખુશ રાખવામાં આવ્યા હતા. કોઈ સાથે મારપીટ કરવામાં આવી નથી. તો મુક્ત થયાં લઈને માછીમારોએ ખુશી વ્યક્ત કરી હતી.  તો એક માછીમારે જણાવ્યું કે ભારતની હદમાં બોટ બંદ થઇ જતા તેઓ 15-20 કિલોમીટર આગળ નીકળી ગયા હતા. અને પાકિસ્તાનની હદમાં પહોંચ્યા હતા. જે બાદ પાકે તેમને પકડ્યા હતા. તો માછીમારે કહ્યું કે હજુ પાકિસ્તાનની જેલમાં તેમની સાથેના 14 સહિતના કુલ 570 જેટલા માછીમારો કેદ છે. તો તેમણે મોદી સરકારને વિનંતી કરી છે કે એ માછીમાર ભાઈઓને પણ વહેલીતકે છોડાવવી દેવામાં આવે.

પાકિસ્તાનની જેલમાં છેલ્લા કેટલાક સમયથી બંધ ભારતીય માછીમારો પોતાના માદરે વતન માટે રવાના થયા હતા. તો પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો વાઘા બોર્ડર આવ્યા હતા અને ત્યાંથી માદરે વતન માટે રવાના થયા હતા. તમામ માછીમારો રેલવે માર્ગે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં વડોદરા આવી પહોંચ્યા છે. તો આ માછીમારો ગુરૂવારે એટલે કે આજે ગીરસોમનાથ પહોંચશે તેવી માહિતી સામે આવી હતી. મહત્વનું છે 20 માછીમારોમાંથી 19 માછીમારો ગીરસોમનાથ અને એક માછીમાર પોરબંદરનો રહેવાસી છે. આ તમામ માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા. તો હજુ પણ અનેક માછીમારો પાકિસ્તાનની જેલમાં પોતાની મુક્તિની રાહ જોઇને બેઠા છે. અવાર-નવાર IMBL નજીક પાકિસ્તાન મરીન દ્રારા માછીમારોનું અપહરણ કરવામાં આવે છે અને તેઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે.

આ પણ વાંચો:  Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 18 નવેમ્બર: પારિવારિક વ્યસ્તતાને કારણે તમે કાર્યક્ષેત્રમાં ધ્યાન આપી શકશો નહીં, આજે કોઈને ઉધાર આપવું નહીં

આ પણ વાંચો: AMC નો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય: ઘાટ કરતા ઘડામણ મોંઘુ જેવી સર્જાઈ સ્થિતિ, જાણો સમગ્ર વિગત

Published On - 7:10 am, Thu, 18 November 21

Next Article