સુરતમાં તંત્રની બેદરકારી આવી સામે! બે મજૂરોના મોત, જવાબદાર કોણ?

સુરત: બળદેવ સુથાર  શહેરના નાનપુરા માછીવાડ વિસ્તારમાં માછીવાડ સર્કલ નજીક એક ગટરમાં બે મજૂર બેભાન થયા હતા. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બંને મજૂરો બેભાન હોવાથી રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં બંનેના સારવાર દરમ્યાન મોત થતાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જેના પગલે […]

સુરતમાં તંત્રની બેદરકારી આવી સામે! બે મજૂરોના મોત, જવાબદાર કોણ?
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:29 PM

સુરત: બળદેવ સુથાર 

શહેરના નાનપુરા માછીવાડ વિસ્તારમાં માછીવાડ સર્કલ નજીક એક ગટરમાં બે મજૂર બેભાન થયા હતા. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બંને મજૂરો બેભાન હોવાથી રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં બંનેના સારવાર દરમ્યાન મોત થતાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સુરતના નાનપુરા વિસ્તારમાં પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી બે મજૂર ગટરમાં બેભાન થઈ ગયા હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જ્યારે જે મજૂર ગટરમાં બેભાન થયા છે, તેના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પરિવારની રોકક્ળથી વાતાવરણ ગમગીન થઈ ગયું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફાયરના જવાનો દ્વારા પરિવારજનોને દૂર કરી બંને મજૂરને ગટરમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. જે પૈકી 52 વર્ષીય મોમશિંહ રત્ના અમળિયાને મૃત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બીજા મજૂરનું પણ મોત થયાની વિગત જાણવા મળી, હાલમાં તો આ બંને મજૂરો કોન્ટ્રાકટ પર હતા. જેથી અઠવા પોલીસે કોન્ટ્રાકટરની અટકાયત કરી તપાસ શરૂ કરી છે પણ નવાઈની વાત એ છે કે પોલીસની સાથે પાલિકા કેટલી જવાબદારી નિભાવે તે મોટી વાત છે. આમ તો પાલિકા દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે કે પાલિકા નાના મજૂર વર્ગના કર્મચારીઓનું ખૂબ ધ્યાન રાખે છે તો અહીં આ વાત કેટલી સાચી સાબિત થાય છે તે મોટો સવાલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પાલિકાની ડ્રેનેજ લાઈનમાં બે મજૂરો કોઈ કામ માટે અંદર ઉતર્યા હતા. તે દરમ્યાન ગુંગળાવાના કારણે બંને મજૂરો બેભાન થતાં તાત્કાલિક લોકોએ ફાયરને જાણ કરી બહાર કાઢવામાં આવ્યા. તેમાં બંને મજુરોના સારવાર દરમિયાન મોત થયા છે, હાલમાં અઠવા પોલીસે કોન્ટ્રાકટરની અટકાયત પણ કરી તપાસ શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:01 pm, Mon, 7 September 20