
રાજ્યમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં નવા 1,311 કેસ નોંધાયા છે. ત્યારે વધુ 16 લોકોના છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે મોત થયા છે. સુરતમાં 6, રાજકોટમાં 3 તેમજ અમદાવાદ અને વડોદરામાં 2-2ના મોત થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,03,006 થઈ છે, હાલમાં રાજ્યમાં 16,366 એક્ટિવ કેસ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:28 pm, Sat, 5 September 20