ભારતીય સૈન્ય જવાનો માટે સુરતમાં બનાવાશે 10 લાખ મીટર ડિફેન્સ ફ્રેબ્રિક, આઝાદી બાદ પહેલીવાર સ્વદેશમાંથી કાપડની પૂરી કરાશે જરૂરીયાત

|

Jan 18, 2021 | 1:46 PM

આઝાદી બાદ પ્રથમવાર સુરતના કાપડ ઉત્પાદકને સૈન્ય જવાનો માટે ખાસ વસ્ત્ર માટેનું કાપડ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. ડિફેન્સ ફ્રેબિકમાં કેટલીક વિશેષતા હોય છે. અત્યાર સુધી આ ડિફેન્સ ફ્રેબિક કાપડ, ચીન, તાઈવાન કે કોરિયાથી આયાત કરવામાં આવતુ હતું. પરંતુ પહેલી જ વાર 10 લાખ મિટર ડિફેન્સ કાપડનું ઉત્પાદન કરવાનો ઓર્ડર સુરતના કાપડ ઉત્પાદકને મળ્યો છે. ડિફેન્સ […]

ભારતીય સૈન્ય જવાનો માટે સુરતમાં બનાવાશે 10 લાખ મીટર ડિફેન્સ ફ્રેબ્રિક, આઝાદી બાદ પહેલીવાર સ્વદેશમાંથી કાપડની પૂરી કરાશે જરૂરીયાત

Follow us on

આઝાદી બાદ પ્રથમવાર સુરતના કાપડ ઉત્પાદકને સૈન્ય જવાનો માટે ખાસ વસ્ત્ર માટેનું કાપડ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. ડિફેન્સ ફ્રેબિકમાં કેટલીક વિશેષતા હોય છે. અત્યાર સુધી આ ડિફેન્સ ફ્રેબિક કાપડ, ચીન, તાઈવાન કે કોરિયાથી આયાત કરવામાં આવતુ હતું. પરંતુ પહેલી જ વાર 10 લાખ મિટર ડિફેન્સ કાપડનું ઉત્પાદન કરવાનો ઓર્ડર સુરતના કાપડ ઉત્પાદકને મળ્યો છે. ડિફેન્સ ફ્રેબિકમાંથી સૈન્ય જવાનોના યુનિફોર્મ, બુલેટપ્રુફ જેકેટ, બુલેટ મૂકવા માટેની બેગ બનાવવામાં આવશે. દિવાળી પૂર્વે જ આર્મી ડિફેન્સ ફેબ્રિકની જરૂરી ચકાસણી અર્થે આર્મીને સોપાયું હતું. જે મંજૂર થતા હવે ઉત્પાદન શરુ થશે અને આગામી બે મહિનામાં જરૂરી માંગ મુજબ કાપડ ઉત્પાદન કરીને આર્મીનો આપી દેવાશે.

Published On - 12:48 pm, Sun, 22 November 20

Next Article