
મકર રાશિના લોકોએ સૂર્યનું પ્રતીક સોનું ન પહેરવું જોઈએ. મકર રાશિના સ્વામી શનિદેવ છે, સૂર્ય અને શનિનો પિતા-પુત્રનો સંબંધ છે. શનિ અને સૂર્ય વચ્ચે શત્રુ ભાવના છે. મકર રાશિના લોકોએ સોનાને બદલે ચાંદી કે કાળો દોરો પહેરવો જોઈએ, તે સોના કરતાં વધુ ફાયદાકારક હોઈ શકે છે.

કુંભ રાશિના લોકોએ પણ સોનું ન પહેરવું જોઈએ. કુંભ રાશી પણ શનિની રાશિ છે. આ રાશિના લોકો સોનું પહેરવાથી વિપરીત અસર મેળવી શકે છે. સોનું પહેરવાથી કુંભ રાશિના લોકોમાં ગુસ્સો વધુ થઈ શકે છે અને સંબંધોમાં કડવાશ અને અંતર આવી શકે છે. કુંભ રાશિના લોકો ચાંદી અને કાળો દોરો પણ પહેરી શકે છે.

નોંધ: અહીં જણાવામાં આવેલ ધાર્મિક બાબત ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો