Desi Chutney Recipe : લસણથી લઇ ફુદીના સુધીની આ અલગ અલગ ચટણીઓ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

|

Aug 24, 2021 | 9:18 PM

ઘરે અનેક પ્રકારની ચટણી બનાવી શકો છો. તે ન માત્ર ઝડપી અને સરળ રીતે બની જાય છે પણ તે પોષક તત્વોથી ભરપૂર છે જે અનેક આરોગ્ય લાભ પ્રદાન કરે છે.

Desi Chutney Recipe : લસણથી લઇ ફુદીના સુધીની આ અલગ અલગ ચટણીઓ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
સાંકેતિક તસ્વીર

Follow us on

Desi Chutney Recipe : ભારતીય ઘરોમાં ચટણી વગર કોઈ ભોજન પૂર્ણ થતું નથી. ચટણી ભરેલા પરાઠા ડોસા, ઇડલી અથવા તો તળેલા ભાત સાથે ભોજનનો સ્વાદ વધારે છે,  ખાસ કરીને ઘરે બનાવેલી ચટણી. ચટણી હળવા મસાલા અને લસણ, ફુદીના જેવી સામગ્રી સાથે બનાવવામાં આવે છે.  તમે ઘરે અનેક પ્રકારની ચટણી બનાવી શકો છો. તે ન માત્ર ઝડપી અને સરળ રીતે બની જાય છે પણ તે પોષક તત્વોથી ભરપૂર છે જે અનેક સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે.

ટામેટાની ચટણી :આ ઘરોમાં બનતી એક લોકપ્રિય ચટણી છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ ખૂબ જ પૌષ્ટિક પણ છે.કારણ કે ટામેટાં વિટામિન સી, બી, ઇ અને પોટેશિયમ જેવા ખનીજ અને વિટામિનથી ભરપુર છે.તેમાં લાઇકોપીન નામનો બાયોએક્ટિવ ગુણ પણ છે, જે તમારી કોશિકાઓને નુકસાનથી બચાવે છે.

લસણની ચટણી : ભારતમાં કોઈપણ પ્રકારની વાનગી બનાવવા માટે લસણ એક મુખ્ય સામગ્રી છે. અભ્યાસ મુજબ, નિયમિત રીતે લસણ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ પણ ઓછું થઈ શકે છે.  સામાન્ય રીતે લોકો લસણની ચટણી બનાવવા માટે નાળિયેર, મગફળી અને લાલ મરચાં પણ ઉમેરે છે, જે એન્ટીઑકિસડન્ટની માત્રા વધારે છે. તે આરોગ્ય માટે લાભદાયી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ફુદીના કોથમીરની ચટણી : તે ઇડલી, ઢોંસા અથવા તાજા બનાવેલા ગરમ પરોઠા સાથે પીરસવામાં આવે છે. ફુદીનો અને ધાણા બંને પાંદડા વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટથી સમૃદ્ધ છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, તેમાં પૂરતા પ્રમાણમાં ડાયેટ્રી ફાઇબર પણ હોય છે.

નારિયળની ચટણી : તાજા નાળિયેર, સૂકા લાલ મરચાં, ધાણાજીરું અને સરસવના દાણાનો ઉપયોગ કરીને નાળિયેરની ચટણી બનાવવામાં આવે છે. તે દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે પણ ઉત્તર ભારતમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે.  નાળિયેરમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે મેટાબોલિઝમ માટે કારગર છે. નાળિયેરની ચટણીનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે અપચો, ઝાડા, કબજિયાત વગેરે જેવી પાચન સમસ્યાઓ અટકાવે છે.

કાચી કેરીની ચટણી : કાચી કેરીમાં વિટામીન A, C અને E ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ખનિજો અને એન્ટીઓકિસડન્ટ પણ ભરપુર  હોય છે. આ કાચું ફળ ખૂબ જ પૌષ્ટિક છે.

આમલીની ચટણી : આમલી વિટામિન B1, B2, B3 અને B5 તેમજ મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ ભરપૂર માત્રામાં હોય છે. આમલી ફ્લેવોનોઈડથી પણ ભરપૂર છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચોGreen Apple Health Benefits: લીલા સફરજનના આશ્ચર્યજનક આરોગ્ય લાભો, જાણીને શરુ કરી દેશો ખાવાનું

આ પણ વાંચોMonsoon Tips : ચોમાસામાં અવનવી વાનગીઓની મજા માણતા આ વાતને અવગણશો નહીં

Next Article