International Friendship Day 2022: જાણો પહેલીવાર ક્યારે અને કેવી રીતે ઉજવવામાં આવ્યો ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે

|

Jul 30, 2022 | 1:53 PM

ઘણા દેશોમાં 30મી જુલાઈએ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે (International Day of Friendship 2022) ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે પહેલી વખત 1958માં પેરાગ્વેમાં ઉજવવામાં આવ્યો હતો. પરંતુ આ યાદગાર દિવસની શરૂઆત હોલમાર્ક કાર્ડ્સના સંસ્થાપક જોયસ હોલે 1930માં કરી હતી.

International Friendship Day 2022: જાણો પહેલીવાર ક્યારે અને કેવી રીતે ઉજવવામાં આવ્યો ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે
Friendship Day

Follow us on

International Friendship Day 2022: મિત્રતા એક સુંદર બંધન છે જે કોઈ સંબંધમાં બંધાયેલું નથી. તે એક એવું બંધન છે જેને લોકો હંમેશા માટે પ્રેમ કરે છે, પછી ભલેને તેમની ઉંમર ગમે તે હોય. ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે દર વર્ષે 30મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય મિત્રતાની ઉજવણી તેમજ નવા લોકોને મળવા અને મિત્રો બનાવવાના વિચારને પ્રોત્સાહન આપવાનો છે. ઘણા દેશોમાં 30મી જુલાઈના રોજ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે (International Day of Friendship 2022) ઉજવવામાં આવે છે. આ દિવસ સૌપહેલા 1958 માં આંતરરાષ્ટ્રીય નાગરિક સંગઠન – વર્લ્ડ ફ્રેન્ડશીપ ક્રુસેડ – દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. જે મિત્રતાનો પ્રચાર કરીને શાંતિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ઔપચારિક રીતે 2011 માં આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસને (Friendship Day 2022) અપનાવ્યો હતો.

ભારતમાં ક્યારે ઉજવવામાં આવે છે ફ્રેન્ડશીપ ડે?

ભારત અને બાંગ્લાદેશ સહિત અન્ય ઘણા દેશોમાં ફ્રેન્ડશિપ ડે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારતમાં 7મી ઓગસ્ટ 2022ના રોજ ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવશે. લોકો આ દિવસને તેમના મિત્રો માટે ખાસ બનાવવા માટે ઘણી રીતે તૈયારી કરે છે. એકબીજાને ફ્રેન્ડશીપ ડેની શુભેચ્છા પાઠવે છે અને અભિનંદન પાઠવે છે.

આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસનો ઇતિહાસ

ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે પહેલી વખત 1958માં પેરાગ્વેમાં ઉજવવામાં આવ્યો હતો. પરંતુ આ યાદગાર દિવસની શરૂઆત હોલમાર્ક કાર્ડ્સના સંસ્થાપક જોયસ હોલે 1930માં કરી હતી. તેમણે મિત્રો માટે સ્પેશિયલ ડે તરીકે ઉજવવા માટે ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડેનો વિચાર રજૂ કર્યો જ્યારે લોકો તેમની મિત્રતાની ઉજવણી કરી શકે અને મિત્રતાના સંબંધનું સન્માન કરી શકે. ત્યારબાદ વિન્ની ધ પૂહને વર્ષ 1988માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફ્રેન્ડશીપ ડેના એંબેસડર બનાવવામાં આવી હતી. 2011માં આયોજિત 65માં સંયુક્ત રાષ્ટ્ર સત્રમાં ઓફિશિયલ રીતે 30 જુલાઈને ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે માટે નક્કી કરવામાં આવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જુલાઈ અને ઓગસ્ટમાં અલગ અલગ ફ્રેન્ડશિપ ડે

વિશ્વના દેશો બે વખત ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરે છે. ભારત સહિત બાંગ્લાદેશ, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જેવા દેશો દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરે છે. પરંતુ અન્ય ઘણા દેશોમાં, 30 જુલાઈને આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Published On - 1:29 pm, Sat, 30 July 22

Next Article