Facebook, Instagram બંધની અટકળો સહિત દરેક કુદરતી કે અકુદરતી ઘટનાઓમાં શું છે તારીખ 26મીનો સંયોગ ?

|

May 26, 2021 | 6:18 PM

Coincidence Of Date 26th : દુનિયાભરમાં જ્યારે પણ કોઈ મોટી ઘટના ઘટી છે તે લગભગ 26મી તારીખે જ ઘટી છે. એ ઘટના પછી ભલે કુદરતી હોય કે માનવ રચિત હોય.

Facebook, Instagram બંધની અટકળો સહિત દરેક કુદરતી કે અકુદરતી ઘટનાઓમાં શું છે તારીખ 26મીનો સંયોગ ?

Follow us on

Coincidence Of Date 26th : છેલ્લા બે દિવસથી Facebook, Instagram જેવી સોશિયલ સાઇટ્સ બંધ થવાની અટકળો સમાચારોમાં ધૂમ મચાવી રહી છે. ભારત સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ફેબ્રુઆરી મહિનામાં અમુક નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. જેના માટે થઈને સરકારે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. જેની અવધિ 26 Mayએ પૂર્ણ થાય છે. જેને લઈને Virtual World માં જાણે મોટી આફત આવી હોય તેવો માહોલ સર્જાયો હતો.

અને જો ખરેખર Facebook-Insta જેવા સોશિયલ હેન્ડલ બંધ થયા હોત તો 26મી તારીખ વધુ એક વાર કોઈ મોટી ઘટનાની યાદી બની હોત. ડિજિટલ દુનિયામાં આવા પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થઈ જવા તે વપરાશકર્તાઓ માટે કોઈ હોનારતના સમાચાર કરતાં ઓછા નથી.

એક રીતે જોવા જઈએ તો દુનિયાભરમાં જ્યારે પણ કોઈ મોટી ઘટના ઘટી છે તે લગભગ 26મી તારીખે જ ઘટી છે. એ ઘટના પછી ભલે કુદરતી હોય કે માનવ રચિત હોય. આ પાછળ કોઈ ખાસ કારણ નથી પણ આ એક સંયોગ માત્ર છે. આપણે જણાવી દઈએ કે ચક્રવાત યાસ (Cyclone Yaas) પણ આજે (26 May 2021) બંગાળમાં લેન્ડ ફોલ થવાના અહેવાલો છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ચાલો જોઈએ ભૂતકાળની એ ઘટનાઓ કે જે અલગ અલગ વર્ષ અને મહિનાઓની 26મી તારીખે ઘટી છે જેને દુનિયાને હચમચાવીને નાંખી હતી.

1 ગુજરાત ભૂકંપ (Gujarat Earthquake) : 26th Janyuary 2001

1 ગુજરાત ભૂકંપ (Gujarat Earthquake) : 26th Janyuary 2001

26 Janyuary 2001ના રોજ ભારતના 52માં પ્રજાસત્તાક દિવસે સવારે 8:46 એ આવ્યો હતો અને 2 મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 9 કિમી દૂર હતું. આ ધરતીકંપ રેકટર સ્કેલ પર 7.7 માપનો હતો. ધરતીકંપને કારણે આશરે 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા (જેમાનાં 18 દક્ષિણ પૂર્વ પાકિસ્તાનના હતા), 1,67,000 લોકો ઇજા પામ્યા હતા અને આશરે 4 લાખ ઘરો વિનાશ પામ્યા હતા.

2 મુંબઈ હુમલો (26/11 Mumbai attack) : 26th November 2008

2 મુંબઈ હુમલો (26/11 Mumbai attack) : 26th November 2008

2008 મુંબઈ હમુલો (જે ૨૬/૧૧ કહેવાય છે) એ ભારતના સૌથી મોટા શહેર મુંબઈ પરનો આતંકવાદી હુમલો હતો. 26 નવેમ્બર, 2008ના રોજ પાકિસ્તાનથી આવેલા 10 જેટલા આતંકવાદીઓએ આ હુમલો ગોળીબાર, તથા બોબ્મ ફેકીને કર્યો હતો.

હુમલાનો એક માત્ર જીવીત આતંકવાદી અજમલ કસાબ (Ajmal Kasab) દ્વારા જાણવા મળ્યુ હતુ કે આ હુમલો પાકિસ્તાનની ISI ની સહાય દ્વારા કરવામાં આવ્યો હતો. 26 નવેમ્બર થી 29 નવેમ્બર, 2008 સુધી ચાલેલો આ આતંકવાદી હુમલામાં 164 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 308 જેટલાં ઘાયલ થયા હતા.

3 અમદાવાદ બ્લાસ્ટ (Ahmedabad blasts) : 26 September 2008

3 અમદાવાદ બ્લાસ્ટ (Ahmedabad blasts) : 26 September 2008

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત અલગ અલગ જગ્યાએ 26મી જુલાઈ 2008ના રોજ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. જેને લઈને તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ પણ ગુજરાત દોડી આવ્યા હતા. શ્રેણી બદ્ધ બોમ્બ ધડાકાઓમાં 56 લોકોના મૃત્યુ થયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા. 70 મિનિટની અંદર 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા.

4 સુનામી (Tsunami) : 26th December 2004

4 સુનામી (Tsunami) : 26th December 2004

26 ડિસેમ્બર,2004ના રોજ ઇન્ડોનેશિયાના ઉત્તર ભાગમાં સ્થિત અસેહ નજીક 8.9 રિક્ટર સ્કેલના ભૂકંપ બાદ સમૃદ્રમાં સુનામી આવી હતી. જેને કારણે ભારત સહિત ઘણાં દેશોમાં જાનમાલની ભારે ખુવારી થઇ હતી. હિન્દ મહાસાગરમાંથી ઉત્પન્ન થયેલ મોજાઓનું પાણી રાત્રીના અંધકારમાં કાંઠાવિસ્તારના રહેણાંક વિસ્તારોમાં ઘુસી ગયું હતું.

આ સમયે સુનામીની અગાઉ જાણ થાય અને ચેતવણી આપવાની કોઈ સિસ્ટમ નહોતી. આ સુનામીને કારણે સૌથી વધુ નુકશાન ઇન્ડોનેશિયા, દક્ષિણ ભારત અને શ્રીલંકાને થયું હતું. આ સુનામીમાં આશરે 2.3 લાખ લોકો માર્યા ગયા હતા.

5 મુંબઈ પૂર (Mumbai floods) : 26 July 2005

5 મુંબઈ પૂર (Mumbai floods) : 26 July 2005

26 જુલાઈ, 2005નાં રોજ માત્ર 24 કલાકમાં જ મુંબઈમાં 942 મિલીમીટર એટલે કે 37.1 ઈંચ રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન મુંબઈમાં 944 મિલીમીટર એટલે કે 37.1 ઈંચ જેટલું પાણી પડી ચુક્યું હતું. પરિણામે એકલા મુંબઈમાં જ 409 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હતા.

આ સિવાય જાપાનમાં વિનાશકારી ભૂકંપ : 26th February 2010, ઈરાનના બામમાં ભૂકંપ: 26th December 2003, પોર્ટુગલમાં ભૂકંપ 26 January 1951, કાંસું (ચીન) ભૂકંપ 26th December 1932 કે જેમાં 70,000 લોકો માર્યા ગયા હતા.

જણાવી દઈએ કે વર્ષ 2007ની આજની જ તારીખ (26 May)એ ગુવાહાટીમાં પણ બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. તારીખ 26મીને લઈને ઘણા લોકો પોતપોતાની માન્યતાઓ પ્રમાણે અલગ અલગ મંતવ્યો આપે છે.13+13 એટ્લે 26 તો કોઈ 2+6=8 એટ્લે શનીનો અંક છે તેમ ગણાવીને આ મોટી ઘટનાઓની તારીખને સરખાવી રહ્યા છે પરંતુ હકીકતમાં આ એક સંયોગ (Coincidence) માત્ર છે.

આ પણ વાંચો : Whats App: વોટ્સએપની ભારત સરકાર વિરૂદ્ધમાં દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ, કહ્યું કે નવા ધારાધોરણો એટલે પ્રાઈવેસીનો ભંગ

Next Article