આ તસ્વીરમાં તમે Sara Ali Khanને ઓળખી શકશો નહીં, અભિનેત્રીએ પણ આપી ‘ચેલેન્જ’

Sara Ali Khan Throwback Photo સારાએ ચાહકોને એક ટાસ્ક આપ્યો છે, તેમને શોધવાનો. તો તમે પણ પ્રયાસ કરી શકો છો ફોટોમાં એ ઓળખવાની કે કઈ છોકરી સારા અલી ખાન છે.

આ તસ્વીરમાં તમે Sara Ali Khanને ઓળખી શકશો નહીં, અભિનેત્રીએ પણ આપી ચેલેન્જ
Sara Ali Khan
| Edited By: | Updated on: Jun 20, 2021 | 5:23 PM

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેમના થ્રોબેક ફોટા શેર કરતા રહે છે. સારાના ચાહકો પણ તેમની તસ્વીરોની રાહ જુએ છે. આ વખતે સારાએ ચાહકોને એક ટાસ્ક આપ્યો છે, તેમને શોધવાનો, તો તમે પણ પ્રયાસ કરી શકો છો ફોટોમાં એ ઓળખવાની કે કંઈ છોકરી સારા અલી ખાન છે.

 

સારાએ શેર કર્યો છે થ્રોબેક ફોટો

ખરેખર સારા અલી ખાને સોશિયલ મીડિયા પર એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. સારાએ તેમની સ્ટોરી ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. આ ફોટોને સોશિયલ મીડિયા યુઝર્સ અને સારાના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જોકે સારાએ તેમના થ્રોબેક ફોટોમાં તે જણાવ્યું ન હતું કે તે ક્યાં છે, આ ફોટામાં સારા તેમના ક્લાસમેટ સાથે બેઠી છે. ફોટામાં શિક્ષકો પણ જોઈ શકાય છે.

 

જો તમે ઓળખી શક્યા નથી તો ચાલો અમે તમારી મદદ કરીએ, અમે કહીએ કે આ બધા બાળકોમાં સુંદર છોકરી ક્યાં છે. સારા અલી ખાન સૌથી નીચેની સીડી પર જમણા ખૂણામાં બેઠી છે.

4 મહિનામાં ઘટાડ્યું 30 કિલો વજન

ચાલો તમને જણાવી દઈએ કે એક વખત સારા અલી ખાનનું વજન 96 કિલો હતું, જ્યારે તેમણે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું ન હતું. સારાનું ફીટ ટૂ ફેબ સુધીની સફર સરળ નહોતી. નાનપણમાં સારા અલી ખાન એક ક્યૂટ અને હેલ્ધી બેબી હતી, પરંતુ સારાએ બોલિવૂડમાં પગ મૂકતા પહેલા પોતાની જાતને ફેટથી સંપૂર્ણ રીતે ફીટ કરી દીધી હતી. આ માટે સારાએ ચાર મહિના સખત મહેનત અને યોગ્ય ડાયટ લીધા પછી તેમણે 30 કિલો વજન ઘટાડ્યું હતું.

માતા અમૃતા પણ ચોંકી ગઈ હતી

વજન ઘટાડવા માટે સારાના આ સમર્પણને જોઈને અમૃતા સિંહ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. સારા તેમના કોલેજના અંતિમ દિવસો દરમિયાન ઘરની બહાર હતી અને વજન ઘટાડવા માટે સંપૂર્ણપણે સમર્પિત કરી હતી. જ્યારે સારા પાછી આવી ત્યારે તેમની માતા અમૃતા એરપોર્ટ પર તેમને લેવા આવી હતી. પરંતુ સારાના સંપૂર્ણ બદલાયેલા દેખાવને કારણે તે તેમને ઓળખી શકી નહીં.

 

આ પણ વાંચો :- Big News: Ajay Devgan એ નવા બંગલા માટે લીધી છે કરોડોની લોન ? રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો

આ પણ વાંચો :- Father’s Day 2021 : પિતા સાથે સંબંધ કરો મજબૂત, ફાધર્સ ડે પર જુઓ બોલિવૂડની આ બહેતરીન ફિલ્મો

Published On - 4:59 pm, Sun, 20 June 21