Yo Yo Honey Singhની પત્ની શાલિની તલવારે પતિ પર ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો

શાલિનીએ તેના પતિ હની સિંહ વિરુદ્ધ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં 'મહિલાઓનું રક્ષણ ઘરેલું હિંસા અધિનિયમ, 2005' હેઠળ કેસ દાખલ કર્યો છે.

Yo Yo Honey Singhની પત્ની શાલિની તલવારે પતિ પર ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો
ફાઈલ ફોટો
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:07 PM

રેપર અને ગાયક ‘યો યો હની સિંહ’ એટલે કે હ્રદેશ સિંહ સામે તેની પત્ની શાલિની તલવારે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. હની સિંહની પત્નીએ આ કેસ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં દાખલ કર્યો છે.

શાલિનીએ તેના પતિ હની સિંહ વિરુદ્ધ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ‘ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ એક્ટ 2005’ હેઠળ અરજી દાખલ કરી છે. આ કેસ તીસ હજારી કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સમક્ષ આજે એટલે કે 3 ઓગસ્ટના રોજ નોંધવામાં આવ્યો હતો. શાલિની દ્વારા કેસ નોંધાયા બાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ દ્વારા ગાયક અને અભિનેતા હની સિંહને નોટિસ આપવામાં આવી છે. હની સિંહને નોટિસ જારી કરીને, આ મામલે તેમનો જવાબ બોલાવવામાં આવ્યો છે.

એક અહેવાલ અનુસાર, હની સિંહની પત્ની શાલિના તલવાર વતી વકીલ સંદીપ કપૂર, અપૂર્વ પાંડે અને જીજી કશ્યપ હાજર રહ્યા હતા. તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ તેના ક્લાયન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ કોર્ટમાં રજૂ કરી હતી. ત્યારબાદ કોર્ટે હની સિંહને નોટિસ પાઠવીને 28 ઓગસ્ટ સુધીમાં તેનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે યો યો હની સિંહનું સાચું નામ હરદેશ સિંહ છે. હની સિંહ જે પંજાબનો છે યો યો હની સિંહ નામ ફિલ્મ કોકટેલ પછી ખૂબ જ પ્રખ્યાત થયું હતું. તેણે દીપિકા પાદુકોણ અને ફિલ્મમાં સૈફ અલી ખાન પર ફિલ્માવવામાં આવેલ ગીત અંગ્રેજી બીટને પોતાનો અવાજ આપ્યો હતો જે ખુબ હિટ રહ્યું હતું. વર્ષ 2011માં આ ગીત સૌથી પ્રખ્યાત ગીતોના ચાર્ટમાં ટોચ પર હતું. આજે પણ હની સિંહનું આ ગીત પાર્ટીઓમાં વાગતું સાંભળવા મળે છે.

જણાવી દઈએ કે, 2014 માં રિયાલિટી શો ઈન્ડિયાઝ રોસ્ટાર દ્વારા પ્રથમ વખત હની સિંહે તેની પત્ની શાલિનીનો પરિચય કરાવ્યો હતો. આ દરમિયાન હની સિંહની પત્નીને જોઈને બધાને આશ્ચર્ય થયું, કારણ કે, ઘણા લોકોને ખબર પણ નહોતી કે હની સિંહ પરણિત છે.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : રેસલર સોનમ મલિક પહેલો જ મુકાબલો હાર્યા,પુરુષ હૉકી ટીમ પણ ફાઇનલમાં જગ્યા ન મેળવી શકી

આ પણ વાંચો: Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો

Published On - 6:01 pm, Tue, 3 August 21