યશ સ્ટારર ‘KGF 2’એ 6 દિવસમાં નવો રેકોર્ડ બનાવ્યો, બહુ જલ્દી પાર કરશે ‘2000 crore માઈલસ્ટોન’

આ બહુચર્ચિત ફિલ્મની વાર્તા રોકિંગ સ્ટાર યશના (Superstar Yash) પાત્ર રોકીની આસપાસ ફરે છે. જે આખી દુનિયા પર રાજ કરવા માંગે છે, પરંતુ માત્ર તેની માતાને ખાતર..... આમ ઈમોશનલ ફેક્ટરયુક્ત આ સ્ટોરી અત્યારે લોકોનું હૃદય જીતી રહી છે.

યશ સ્ટારર KGF 2એ 6 દિવસમાં નવો રેકોર્ડ બનાવ્યો, બહુ જલ્દી પાર કરશે 2000 crore માઈલસ્ટોન
KGF Chapter 2 (File photo)
| Edited By: | Updated on: Apr 20, 2022 | 5:58 PM

સુપરસ્ટાર યશ સ્ટારર (Superstar Yash) ફિલ્મ ‘KGF ચેપ્ટર 2‘ (KGF Chapter 2) બોક્સ ઓફિસ પર હાલમાં શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાને એક અઠવાડિયું પણ નથી થયું અને યશની આ ફિલ્મે કલેક્શનના મામલે અનેક રેકોર્ડસ બનાવી નાખ્યા છે. પ્રશાંત નીલ (Prashant Neel) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ રિલીઝ થયાને આજે 6 દિવસ થયા છે અને ફિલ્મે બોક્સ ઓફિસ પર સતત સારું કલેક્શન કર્યું છે, પછી ચાહે તે સ્થાનિક બોક્સ ઓફિસ પર હોય કે આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર.

 

અત્યારે આ ફિલ્મની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કર્યું છે, જેમાં તેણે કહ્યું છે કે યશ સ્ટારર KGF 2 હિન્દી વર્જન આજે 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. તરણ આદર્શના મત અનુસાર, આ ફિલ્મે રિલીઝના છઠ્ઠા દિવસે 19.14 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે તેના હિન્દી વર્જનની અત્યાર સુધીની કુલ કમાણી 238.70 કરોડ રૂપિયા થઈ ચુકી છે. જો આ ફિલ્મ આજે 250 કરોડ રૂપિયાની કમાણી કરશે તો તે સૌથી ઝડપી હિટ થનારી પ્રથમ ફિલ્મ હશે.

તરણ આદર્શનું ટ્વીટ અહીં વાંચો

જો કે, ફિલ્મના વર્લ્ડ વાઇડ કલેક્શનની વાત કરીએ તો, ગ્લોબલ કલેક્શનમાં લગભગ 700 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે તે દિવસ દૂર નથી જ્યારે પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ રૂ. 2,000 કરોડની ક્લબમાં સામેલ થશે. ‘KGF ચેપ્ટર 2’ ગત તા. 14ના રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગના મામલામાં બહુચર્ચિત ફિલ્મ ‘RRR’નો રેકોર્ડ તોડી નાખ્યો હતો. અત્યારે ફિલ્મના કલેક્શનને જોતા એવું માનવામાં આવે છે કે ખૂબ જ જલ્દી આ ફિલ્મ RRRના કલેક્શનનો રેકોર્ડ પણ તોડી નાખશે.

KGF ચેપ્ટર 2 ની સફળતાથી ફિલ્મ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ ખૂબ જ ખુશ છે. ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, રવીના ટંડન અને પ્રકાશ રાજ પણ મહત્વની ભૂમિકામાં છે. રવીના ટંડન આ ફિલ્મમાં વડાપ્રધાન રમિકા સેનની ભૂમિકામાં છે. રવીના તેના પાત્રને મળી રહેલી પ્રશંસાથી ઘણી ખુશ છે. રવિના કહે છે કે મને દરેક જગ્યાએથી જે પ્રેમ મળી રહ્યો છે તેનાથી હું ખુશ છું. રમિકા સેનના રૂપમાં મને જે પ્રશંસા મળી રહી છે તેના માટે હું લોકોની ખૂબ જ આભારી છું.

અત્યારે, દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે. ફિલ્મનો ક્લાઈમેક્સ જોયા બાદ લોકોને આશા છે કે તેના મેકર્સ ફિલ્મનો ત્રીજો ભાગ પણ બહુ જલ્દી લાવશે.

આ પણ વાંચો – KGF Chapter 2:’KGF ચેપ્ટર 2’નું એડવાન્સ બુકિંગ શરૂ, 12 કલાકમાં પાંચ હજારથી વધુ ટિકિટ વેચીને બમ્પર કમાણી કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો