
KGF ‘ચેપ્ટર 2‘નો (KGF Chapter 2) ક્રેઝ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મ રિલીઝ થયાને આઠ દિવસ થઈ ગયા છે,છતા 8માં દિવસે પણ ફિલ્મે તેની અવિરત ગતિ જાળવી રાખી છે. સુપરસ્ટાર યશ (Superstar Yash) નું ‘KGF-2’નું કલેક્શન 8માં દિવસે પણ મજબૂત રહ્યું છે. પોતાના અભિનયની કળાથી દરેકના દિલમાં સ્થાન બનાવનાર યશ આ સમયે સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયો છે.
ગુરુવારે પ્રશાંત નીલની ફિલ્મ KGF ચેપ્ટર 2 એ પણ બાહુબલી ફિલ્મને(Bahubali Film) રેસમાં પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે,બાહુબલી વર્ષ 2017માં રિલીઝ થઈ હતી, જેણે તેની રિલીઝના પ્રથમ સાત દિવસમાં બોક્સ ઓફિસ (Box Office Collection) પર 246 કરોડની કમાણી કરી હતી. જ્યારે KGF એ સાતમા દિવસે વિશ્વભરમાં 33 કરોડનો બિઝનેસ કર્યો. આ પછી હવે ગુરુવારના આંકડા સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે. ફિલ્મના અત્યાર સુધીના વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 676.80નો આંકડો પાર કરી લીધો છે.
ફિલ્મે પ્રથમ દિવસે 116 કરોડ બીજા દિવસે 90 કરોડ, ત્રીજા દિવસે 81 કરોડ ,ચોથો દિવસે 91.7 કરોડ, પાંચમા દિવસે 25.57 કરોડ, છઠ્ઠા દિવસે 19.52 કરોડ અને સાતમા દિવસે 33.00 કરોડની કમાણી કરી હતી.આ સિવાય સાઉથ સ્ટાર યશની ઘણી ફિલ્મો છે,જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.
KGF Chapter-1
Mr and Mrs.Ramchari
Googly
Santhu straight forward
Masterpiece
આ પણ વાંચો : Jersey box office prediction : શું RRR અને KGF ચેપ્ટર 2 સામે શાહિદ કપૂરની ‘જર્સી’ ટકી શકશે?
Published On - 2:13 pm, Fri, 22 April 22