માતાના પગલે જાહ્નવી બાદ KHUSHI KAPOOR પણ બોલિવુડમાં કરશે એન્ટ્રી? પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

શ્રીદેવી(SRIDEVI) અને બોની કપૂરની(BONY KAPOOR) મોટી પુત્રી જાહ્નવી કપૂર (JANHVI KAPOOR) બોલીવુડમાં(BOLLYWOOD) ડેબ્યૂ કરી ચૂકી છે.

માતાના પગલે જાહ્નવી બાદ KHUSHI KAPOOR પણ બોલિવુડમાં કરશે એન્ટ્રી? પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
| Edited By: | Updated on: Jan 19, 2021 | 4:18 PM

શ્રીદેવી(SRIDEVI) અને બોની કપૂરની(BONY KAPOOR) મોટી પુત્રી જાહ્નવી કપૂર (JANHVI KAPOOR) બોલીવુડમાં(BOLLYWOOD) ડેબ્યૂ કરી ચૂકી છે. આ સમયે તેની પાસે ઘણી ફિલ્મો છે. જાહ્નવી પછી તેની નાની બહેન ખુશી કપૂર (KHUSHI KAPOOR) પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ખુશીએ હજી સુધી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું નથી પરંતુ તેની ફેન ફોલોઈંગ કોઈ સ્ટારથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે. તેના નામના ઘણા ફેન પેજ પણ બની ચૂક્યા છે.

 

હાલમાં જ બોની કપૂરે ખુલાસો કર્યો છે કે ખુશી કપૂર ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરશે. એક મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે બોની કપૂરને ખુશીના ડેબ્યૂ વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે બોની કપૂરે કહ્યું હતું કે, તેને ખુશીની એક્ટિંગ બહુ જ પસંદ છે. આ વિશે તે જલ્દી જ જાહેરાત કરશે. બોની કપૂરેએ વાત ચોક્કસ પણે કહી હતી કે, તે દીકરી ખુશીને લોન્ચ નહીં કરે. જાહ્નવી અને અર્જુન કપૂરને બોની કપૂરના પ્રોડક્શન હાઉસે બોલીવુડમાં લોન્ચ કર્યા ના હતા.

 

ખુશીને લોન્ચ ના કરવા અંગે બોની કપૂરે કહ્યું- મારી પાસે રિસોર્સિસ છે પરંતુ હું ઈચ્છું છું કે કોઈ બીજા ખુશીને લોન્ચ કરે કારણ કે હું તેનો પિતા છું, જેના કારણે હું તેના પ્રત્યે દયા કરીશ. જ્યારે તમે કોઈ ફિલ્મ નિર્માતા હો ત્યારે તમે આ ન કરી શકો. આ એક એક્ટર માટે પણ સારું નથી. અનિલ એક સ્થિત અભિનેતા હતો, તેથી તેને તેનાથી બહુ ફરક પડ્યો નહીં. પરંતુ મને લાગે છે કે જ્યારે સંજયે ફિલ્મોમાં પ્રવેશ કર્યો ત્યારે હું તેમની સાથે દયાળુ થઈ ગયો હતો.

 

જણાવી દઈએ કે, નિર્માતા બોની કપૂરે હવે અભિનયની દુનિયામાં પણ પ્રવેશ કર્યો છે. તે અનિલ કપૂરની (ANIL KAPOOR) એકે વર્સીસ એકેમાં જોવા મળ્યો હતો. બોની કપૂર હવે રણબીર શ્રદ્ધા કપૂરની રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં જોવા મળશે. બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા રણબીર કપૂરના માતા-પિતાની ભૂમિકામાં જોવા મળશે.

 

આ પણ વાંચો: PNB ખાતાધારક માટે મોટી ખબર, 1 February થી પૈસા ઉપાડવામાં આવશે મોટો બદલાવ