જવાન પછી શું જવાન 2 પણ આવશે? આ સીન પરથી મળેલા મોટા સંકેતને કારણે થઈ રહી છે ચર્ચા

|

Sep 08, 2023 | 11:04 AM

જવાને તો પહેલા જ દિવસે ધૂમ મચાવી દીધી છે. ત્યારે હવે આ ફિલ્મમાંથી બીજો ભાગ પણ આવશે નો ક્લૂ મળ્યો છે. આ ફિલ્મ થિયેટરોમાં પહોંચી ગઈ છે અને ચાહકો હવે એક પછી એક તેમની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. ફિલ્મ હજી બહાર નથી આવી કે તેના બીજા ભાગને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો માને છે કે આ ફિલ્મની સિક્વલ પણ આવશે.

જવાન પછી શું જવાન 2 પણ આવશે? આ સીન પરથી મળેલા મોટા સંકેતને કારણે થઈ રહી છે ચર્ચા
Will Jawan 2 come after Jawan the big hint from this scene is being discussed

Follow us on

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન માટે ચાહકોની રાહ આખરે પૂરી થઈ છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ માટે પહેલાથી જ જોરદાર એડવાન્સ બુકિંગ થઈ ગયું હતું. તમામ સિનેમા હોલ હાઉસફુલ દેખાયા હતા. કિંગ ખાને એક વર્ષ બાદ બોલિવુડમાં કમબેક કર્ છે ત્યારે આવતાની સાથે જ છવાઈ ગયો છે. ત્યારે જવાને તો પહેલા જ દિવસે ધૂમ મચાવી દીધી છે. ત્યારે હવે આ ફિલ્મમાંથી બીજો ભાગ પણ આવશે નો ક્લૂ મળ્યો છે.

આ ફિલ્મ થિયેટરોમાં પહોંચી ગઈ છે અને ચાહકો હવે એક પછી એક તેમની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. ફિલ્મ હજી બહાર નથી આવી કે તેના બીજા ભાગને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો માને છે કે આ ફિલ્મની સિક્વલ પણ આવશે.

શું જવાન પછી જવાન 2 આવશે?

ફિલ્મને લઈને સ્પોઈલર એલર્ટ છે. તમે વિચારતા જ હશો કે ફિલ્મ આવતાની સાથે જ તેની સિક્વલ કે બીજા ભાગની ચર્ચા શા માટે થઈ રહી છે? તેનું કારણ ફિલ્મનો છેલ્લો સીન છે. ફિલ્મમાં આઝાદનું પાત્ર ભજવનાર શાહરૂખ ખાન એક પ્રકારનો મસીહા છે. ફિલ્મમાં સંજય દત્તનો વિગતવાર કેમિયો છે અને છેલ્લા સિક્વન્સમાં આ બંને સ્ટાર્સ એકબીજાના મિશન વિશે ચર્ચા કરે છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

માધવન નાઈક (સંજય દત્ત) દ્વારા આઝાદને એક પરબિડીયું આપવામાં આવે છે અને તે કહે છે કે તે બીજું મિશન છે. હવે આખરે આ મિશન શું છે? શું આ સંકેત છે કે જવાન 2 પણ આગળ બનવા જઈ રહી છે ? અથવા આ દ્રશ્ય માત્ર વાર્તાનો એક ભાગ છે અથવા ખરેખર કંઈક આગળ છે. ફક્ત શાહરુખ ખાન અને એટલા જ આ વાત જાહેર કરી શકે છે. પરંતુ અમે શરત લગાવીએ છીએ કે જો જવાન 2 ખરેખર બનાવવામાં આવશે તો શાહરૂખ ખાનના તમામ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થશે.

ફિલ્મની વાત કરીએ તો શાહરૂખ ખાનની આ ફિલ્મને એટલીએ ડિરેક્ટ કરી છે. એટલી સાઉથમાંથી સફળ ડિરેક્ટર છે અને તેને સાઉથમાં સફળતાની ગેરંટી માનવામાં આવે છે. લોકોને આ ફિલ્મ પાસેથી પણ એવી જ અપેક્ષા હતી અને આ ફિલ્મ પણ એવું જ કરી રહી છે.

કેટલી કમાણીનું અનુમાન?

ફિલ્મના ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ લગભગ 140 કરોડની કમાણી કરશે. આ આંકડા ઘણા ઊંચા છે અને જો આવું થાય તો તે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. શાહરૂખ ખાન પોતાની જ ફિલ્મ પઠાણનો રેકોર્ડ તોડવા આવી રહ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:03 am, Fri, 8 September 23

Next Article