‘જેકલીને મોજ-મસ્તીમાં ખર્ચ્યા 7.14 કરોડ’ – કોર્ટમાં ચર્ચા, જામીન પર આવતીકાલે આવશે નિર્ણય

|

Nov 10, 2022 | 2:09 PM

EDના વકીલે ઊલટતપાસ દરમિયાન કહ્યું કે અમે અમારી આખી જિંદગીમાં 50 લાખ રૂપિયા એકસાથે જોયા નથી, પરંતુ જેક્લિને માત્ર તેની મજા માટે 7.14 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

જેકલીને મોજ-મસ્તીમાં ખર્ચ્યા 7.14 કરોડ - કોર્ટમાં ચર્ચા, જામીન પર આવતીકાલે આવશે નિર્ણય
Jacqueline Fernandez

Follow us on

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવારે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની જામીન અરજી પર સુનાવણી કરી, જે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને જેકલીન બંનેને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. હવે કોર્ટ આવતીકાલે જેકલીનના જામીન પર ચુકાદો સંભળાવી શકે છે. EDએ કોર્ટમાં જેકલીનના જામીનનો જોરદાર વિરોધ કર્યો હતો. અગાઉ કોર્ટે આ કેસમાં જેકલીનને વચગાળાના જામીન આપ્યા હતા.

જેકલીને કોર્ટમાં શું દલીલો કરી ?

જેકલીન ફર્નાન્ડીઝના વકીલે તેના વતી દલીલ કરતા કોર્ટમાં કહ્યું હતું કે, “હું મારા કામના સંબંધમાં વિદેશ જતી રહું છું, પરંતુ તેમ છતાં મને વિદેશ જવાથી અટકાવવામાં આવી હતી… હું ગયા વર્ષે જાન્યુઆરીમાં મારી માતાને મળવા જઈ રહી હતી, પરંતુ મને જવા દેવામાં આવી ન હતી. મેં આ માટે તપાસ એજન્સીને ઈમેલ કર્યો હતો, પરંતુ તેનો પણ જવાબ મને મળ્યો નથી.

જેકલીનના વકીલે કોર્ટને કહ્યું કે આ મામલે તપાસ એજન્સીને સહકાર આપવામાં આવ્યો છે. જેકલીન વતી દલીલ કરતાં તેણે કહ્યું કે આ કેસમાં મેં પોતે સરેન્ડર કર્યું છે, કોર્ટે મને વચગાળાના જામીન આપ્યા છે. પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ મામલે માત્ર મને પરેશાન કરી છે. વકીલે જણાવ્યું કે આ કેસમાં EDએ જેકલીનનું પાંચ વખત નિવેદન નોંધ્યું છે. તેણે કહ્યું કે જેકલીન દર વખતે તપાસમાં સહકાર આપ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જેકલીનના વકીલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને કહ્યું કે જો કોઈ આરોપી તપાસમાં સહકાર આપે છે તો તેની સહાનુભૂતિ થવી જોઈએ. આ દરમિયાન વકીલે કહ્યું કે જેકલીન તપાસથી ભાગી રહી નથી. તો પછી ઇડી કેવી રીતે ફ્લાઇટ રિસ્ક (દેશ છોડવું) વિશે વાત કરી રહ્યું છે.

EDએ શું દલીલો કરી?

EDના વકીલે જેકલીનના જામીનનો વિરોધ કર્યો હતો. ઇડીએ કહ્યું કે તપાસમાં સહકાર આપવાનો અર્થ એ નથી કે આરોપી દેશ છોડી શકે અથવા પુરાવા સાથે છેડછાડ કરી શકે. એજન્સીએ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. ED દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જેક્લીને પૂછપરછમાં દરેક સવાલના જવાબમાં પલટો કર્યો છે.

EDના વકીલે ઊલટતપાસ દરમિયાન કહ્યું કે અમે અમારી આખી જિંદગીમાં 50 લાખ રૂપિયા એકસાથે જોયા નથી, પરંતુ જેક્લિને માત્ર તેની મજા માટે 7.14 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એજન્સીએ કહ્યું કે જેકલીને દેશ છોડવા માટે તમામ યુક્તિઓ અપનાવી કારણ કે તેની પાસે પૈસાની કોઈ કમી નથી. EDએ તેની ઊલટતપાસ દરમિયાન કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે.

EDના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે જ્યારે જેકલીનને પુરાવા સાથે સામનો કરવામાં આવ્યો ત્યારે તેણે દેશ છોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે એક વિદેશી મહિલા છે. તેમનું ઘર શ્રીલંકામાં છે. પરિવાર બહેરીનમાં રહે છે. તેની એક બહેન ઓસ્ટ્રેલિયામાં રહે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા વકીલે કહ્યું કે આર્થિક ગુનામાં સંડોવાયેલા કેટલાય આરોપીઓ આ રીતે દેશને નુકસાન પહોંચાડીને દેશ છોડીને ભાગી ગયા છે.

જેકલીનના વકીલે EDની દલીલોના જવાબમાં કોર્ટમાં કહ્યું કે લોકો સેલિબ્રિટીઓને કેટલી ગિફ્ટ આપે છે. કોર્ટે કહ્યું કે આનો અર્થ એ નથી કે તમે કોઈપણ આરોપી પાસેથી પૈસા લઈ લો.

કોર્ટે તપાસ એજન્સીને ગંભીર સવાલો કર્યા હતા

કોર્ટે EDને પૂછ્યું કે જો તમારી પાસે જેકલીન વિરુદ્ધ પૂરતા પુરાવા છે તો તમે જેકલીનની ધરપકડ કેમ ન કરી? કોર્ટે કહ્યું કે તમે (ED) LOC જાહેર કર્યું, પરંતુ તમે જેકલીનની ધરપકડ કેમ ન કરી, જ્યારે આ કેસમાં વધુ આરોપીઓ જેલમાં છે. કોર્ટે EDને પૂછ્યું કે તમે શા માટે જેકલીનની ધરપકડ ન કરી.

Next Article