રિલીઝ પહેલા કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે #BoycottJawanMovie ? લોકોએ કહ્યું હિન્દુ મંદિરને ના બનાવો પ્રચારનું માધ્યમ

ફિલ્મે એડવાન્સ બુકિંગથી જ 26.45 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 'જવાન' પહેલા દિવસે 70 કરોડથી વધુની કમાણી કરી શકે છે. ઓપનિંગ ડે માટે અત્યાર સુધીમાં દેશમાં 10 લાખ ટિકિટો વેચાઈ છે. આજે બુધવારે એડવાન્સ બુકિંગનો છેલ્લો દિવસ છે. ત્યારે આ બધાની વચ્ચે શું પઠાણની જેમ ફિલ્મ વિરોધનો કિંગ ખાનને થશે ફાયદો કે કેમ તો જોવાનું રહશે.

રિલીઝ પહેલા કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે #BoycottJawanMovie ? લોકોએ કહ્યું હિન્દુ મંદિરને ના બનાવો પ્રચારનું માધ્યમ
Why is Boycott Jawan Movie trending before the release
| Edited By: | Updated on: Sep 06, 2023 | 12:02 PM

શાહરૂખ ખાનની ‘જવાન’ની રિલીઝને હવે માત્ર એક દિવસ બાકી છે. આવી સ્થિતિમાં મેકર્સ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. આ રિલીઝ પહેલા અગાઉ શાહરૂખ ખાન, નયનતારા અને સુહાના ખાન તિરુપતિ બાલાજી મંદિર દર્શન લેવા પહોચી ગયા હતા. આ પહેલા શાહરૂખે માતા વૈષ્ણો દેવીના દરબારમાં માથું ટેકવ્યું હતું. એક તરફ ચાહકો ફિલ્મને લઈને ઉત્સાહિત છે તો બીજી તરફ #BoycottJawanMovie સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

જવાન થઈ રહ્યું છે બોયકોટ

ત્યારે શાહરુખનો આટલો ચાર્મ અને ફિલ્મની જોવાતી રાહ બાદ પણ કેમ boycott કરવામાં આવી રહ્યું છે જવાન ? તેની પાછળ ઘણા કારણો છે. કેટલાક લોકો કહે છે કે મંદિર એ સ્ટુડિયો નથી જ્યાં તમે ફિલ્મોનું પ્રમોશન કરો છો. તે જ સમયે, કેટલાક લોકો જૂની વાતોને લઈને પણ શાહરુખ પર લોકો ભડાશ નીકાળી રહ્યા છે.

એક યુઝરે લખ્યુ હતુ કે આ બકવાસ બંધ કરો. અમારું મંદિર તમારા પ્રચાર માટેનો સ્ટુડિયો નથી. ફિલ્મ રીલીઝ થાય તે પહેલા જ તમને હિન્દુ મંદિરો કેમ યાદ આવે છે?

જવાન બોયકોટ થતા કિંગ ખાનને થશે ફાયદો ?

વાસ્તવમાં, ફિલ્મે એડવાન્સ બુકિંગથી જ 26.45 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ‘જવાન’ પહેલા દિવસે 70 કરોડથી વધુની કમાણી કરી શકે છે. ઓપનિંગ ડે માટે અત્યાર સુધીમાં દેશમાં 10 લાખ ટિકિટો વેચાઈ છે. આજે બુધવારે એડવાન્સ બુકિંગનો છેલ્લો દિવસ છે. ત્યારે આ બધાની વચ્ચે શું પઠાણની જેમ ફિલ્મ વિરોધનો કિંગ ખાનને થશે ફાયદો કે કેમ તો જોવાનું રહશે

‘જવાન’ ફિલ્મની સ્ટાર કાસ્ટ

તમને જણાવી દઈએ કે ‘જવાન’ ફિલ્મ સાઉથના ડાયરેક્ટર એટલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં શાહરૂખ ડબલ રોલમાં છે, તેની સાથે તેના બીજા ઘણા અવતાર જોવા મળશે. તેમના સિવાય નયનતારા, વિજય સેતુપતિ પણ છે. સહાયક ભૂમિકામાં સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા અને સુનીલ ગ્રોવર સહિત ઘણા સ્ટાર્સ છે. દીપિકા પાદુકોણ ખાસ દેખાવ ધરાવે છે. તે 7 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ભારતમાં PVR, INOX અને Cinepolis પર ‘જવાન’ની 340K થી વધુ ટિકિટો વેચાઈ છે. જેમાં માત્ર PVR અને INOXએ 280K ટિકિટ વેચી છે, જ્યારે સિનેપોલિસે 60K ટિકિટ વેચી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો