Shah Rukh Khan : બોલિવુડનો રોમાન્સ કિંગ શાહરુખ ખાન કેમ વળ્યો એક્શન ફિલ્મો તરફ, જાણો આ તો નથી ને કારણ?

અભિનેતા શાહરુખ ખાનને દુનિયા રોમાન્સ માટે જાણે છે તેમજ અભિનેતાની ઓળખ પણ રોમાન્સ કિંગ તરીકેની છે, તો પછી તે શા માટે રોમાન્સ છોડી એક્શન ફિલ્મો તરફ આગળ વધી રહ્યો છે.

Shah Rukh Khan : બોલિવુડનો રોમાન્સ કિંગ શાહરુખ ખાન કેમ વળ્યો એક્શન ફિલ્મો તરફ, જાણો આ તો નથી ને કારણ?
Bollywood romance king Shahrukh Khan
| Edited By: | Updated on: Jul 12, 2023 | 12:55 PM

Shah Rukh Khan: બોલિવુડના કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાને વર્ષ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ દિવાનાથી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 1993 માં, તે બાઝીગર ફિલ્મમાં દેખાયો, જેમાં તેણે વિલનની ભૂમિકા ભજવી હતી. તે જ વર્ષે તે ફિલ્મ ડરમાં પણ નેગેટિવ રોલમાં જોવા મળ્યો હતો.

પોતાની ફિલ્મી કરિયરની શરૂઆતમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર શાહરૂખ ખાનની ઈમેજ થોડા વર્ષોમાં રોમેન્ટિક હીરોની બની ગઈ હતી. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે વર્ષ 1995માં રિલીઝ થઈ હતી. તેમા રાજની ભૂમિકાની તો આજે પણ લોકોના પ્રસંશા કરે છે. તેમા રાજનુ પાત્ર અને આ ફિલ્મ બંને અમર બની ગયા અને આજે પણ લોકો આ ફિલ્મને તેટલા જ ઉત્સાહથી જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મે શાહરૂખને રોમાંસનો બાદશાહ બનાવી દીધો. તે પછી દિલ તો પાગલ હૈ, કુછ કુછ હોતા હૈ, મોહબ્બતેં, વીર ઝારા અને આવી ઘણી ફિલ્મો આવી, જેમાં શાહરૂખે ક્યારેક રાજ તો ક્યારેક રાહુલ બનીને પડદા પર રોમાન્સ કરતો રહ્યો.

શાહરૂખ એક્શન ફિલ્મો તરફ

રોમાન્સનો કિંગ બનીને શાહરૂખે માત્ર પડદા પર જ નહીં પરંતુ આખી દુનિયામાં પ્રભુત્વ જમાવ્યું હતું. જોકે, હવે રોમાન્સનો બાદશાહ એક્શનના માર્ગ પર છે. વર્ષ 2023 ની શરૂઆતમાં, લગભગ ચાર વર્ષ પછી, જ્યારે તે પઠાણ દ્વારા સ્ક્રીન પર પાછો ફર્યો, ત્યારે તેણે એક્શન હીરો તરીકે પુનરાગમન કર્યું. તેનો એક્શન અવતાર પણ ચાહકોને પસંદ આવ્યો હતો અને આ ફિલ્મ 1000 કરોડથી વધુની કમાણી સાથે બ્લોકબસ્ટર રહી હતી. પઠાણ પછી, શાહરૂખ સપ્ટેમ્બર મહિનામાં એક ફિલ્મ જવાન લઈને આવી રહ્યો છે અને તે ફિલ્મમાં પણ તે એક્શન કરતો જોવા મળશે.

જો આ રીતે જોવામાં આવે તો શાહરૂખ હવે એક્શનના માર્ગ પર છે. હવે અહીં એક પ્રશ્ન એ ઊભો થાય છે કે જે અભિનેતાને દુનિયા રોમાન્સ માટે જાણે છે, જે અભિનેતાની ઓળખ રોમાન્સ કિંગ તરીકેની છે, તો પછી તે શા માટે રોમાન્સમાંથી એક્શન તરફ આગળ વધી રહ્યો છે.

શું આ કારણે એક્શન ફિલ્મો તરફ શાહરુખ ?

વધતી ઉંમર – શાહરૂખની ઉંમર 57 વર્ષ છે. તેમાં કોઈ શંકા નથી કે આ ઉંમરે પણ તે સ્ક્રીન પર પ્રભુત્વ જમાવે છે, ચાહકો તેને જોઈને દિવાના થઈ જાય છે. પરંતુ શું એવું નથી કે વધતી ઉંમરને કારણે શાહરૂખે રોમાન્સથી આગળ વધીને એક્શનનો રસ્તો પસંદ કર્યો છે.

રોમેન્ટિક ફિલ્મોનું ચલણ ઘટ્યું- છેલ્લા કેટલાક વર્ષોમાં રોમેન્ટિક ફિલ્મોનો ટ્રેન્ડ થોડો ઓછો થયો છે. હવે લોકોને મસાલા અને એક્શન લોડ ફિલ્મો વધુ ગમે છે. જો તમે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ પર નજર નાખો તો બાહુબલી 2, KGF, પુષ્પા, RRR જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી. આમાં શાહરૂખના પઠાણનું પણ નામ છે. આ બધી ફિલ્મો રોમાન્સથી દૂર રહી. તો શું એવું નથી કે શાહરૂખ દર્શકોની પસંદગી અને ટ્રેન્ડને અનુસરી રહ્યો છે.

નવા હીરોની વચ્ચે પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા– બોલિવૂડમાં રણબીર કપૂર, કાર્તિક આર્યન, રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, આયુષ્માન ખુરાના જેવા ઘણા યુવા કલાકારો છે, જેમાંથી કેટલાય ફિલ્મોમાં તેમની દમદાર એક્ટિંગથી છવાય રહ્યા છે. ત્યારે ફેન ફોલોઈંગમાં આ સ્ટાર્સની કોઈ કમી નથી. શાહરૂખના એક્શનના પથ અને ટ્રેન્ડ પ્રમાણે કામ કરવા પાછળનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તે આ યુવા કલાકારો વચ્ચે પોતાનું રાજ જાળવી રાખવા માંગે છે. કદાચ તેથી જ હવે તેઓ એક્શન તરફ આગળ વધી રહ્યા છે અને ટ્રેન્ડને અનુસરી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો