
બોલીવુડની ફેમસ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) આજકાલ ખુબ ચર્ચામાં છે. અભિનેત્રીએ લગ્ન કરીને નવા જીવનમાં પગલા માંડ્યા છે. યામીના લગ્નની તસ્વીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે. યામીના લગ્ન આદિત્ય ધર (Aditya Dhar) સાથે થયા છે. ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે આદિત્ય કોઈ સામન્ય માણસ નહીં પરંતુ ફિલ્મ જગતના જ એક નામી વ્યક્તિ છે. જી હા આદિત્યની ઓળખાણ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ના ડાયરેક્ટરના રૂપે આપવી જરા પણ અયોગ્ય નથી. આદિત્ય વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. પરંતુ ઉરીથી તેમને એક અલગ ઓળખાણ મળી છે.
ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મના નિર્દેશક આદિત્ય ધરે પોતાના લગ્નની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસ્વીરમાં યામી ગૌતમ કન્યાના ગેટઅપમાં જોવા મળી રહી છે અને તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. યામી ગૌતમ વિશેના આ સમાચાર અંગે ચાહકો તેમજ સેલેબ્સ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે આદિત્ય ધરનો જન્મ 12 માર્ચ 1983 માં દિલ્હીમાં થયો હતો. તે લેખક, ગીત લેખક અને દિગ્દર્શક તરીકે નામના મેળવી ચૂક્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે વર્ષ 2006 માં તેમણે સહાયક દિગ્દર્શક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આદિત્યએ ‘કાબુલ એક્સપ્રેસ’, ‘હાલ-એ-દિલ’, ‘વન ટુ થ્રી’ અને ‘ડેડી કૂલ’ ફિલ્મ્સના ગીતોને શબ્દો આપ્યા છે.
આદિત્યની દિગ્દર્શક તરીકે પહેલી જ ફિલ્મ હતી ઉરી. તેમની પહેલી ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. આપને જણાવી દઈએ કે વિકી કૌશલ સાથે ફરી એકવાર આદિત્ય ધર સાથે આવી રહ્યા છે. તેમની આગામી ફિલ્મ ‘ધ ઈમ્મોર્ટલ અશ્વત્થામા’ છે.
યામી ગૌતમે સોશ્યલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે તે લાલ જોડીમાં આદિત્ય ધરને જોઈ રહી છે. તેના ચહેરા પર એક ખુબસુરત સ્માઈલ છે. તે જ સમયે આદિત્ય ધર સફેદ શેરવાની અને પાઘડીમાં જોવા મળે છે. ફેન્સ અને બોલીવુડના અન્ય લોકો બંનેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નની તસવીર શેર કરતાં યામી ગૌતમે લખ્યું, ‘મેં તારા પ્રકાશમાં પ્રેમ શીખ્યો છે, રૂમી. અમે આજે પરિવારના સભ્યોના આશીર્વાદ સાથે લગ્ન કર્યા. અમે આ ઉત્સવ ફક્ત અમારા પરિવાર સાથે જ ઉજવ્યો હતો. અમને તમારા પ્રેમ અને શુભેચ્છાઓની જરૂર છે.
આ પણ વાંચો: ખાસ જરૂરી: ભૂલથી પણ ના લેશો આ દવા, કોવિડની સારવાર માટે DGHS ની નવી માર્ગદર્શિકા
આ પણ વાંચો: નુકસાન કે ફાયદાઓ? કોરોનાની બીજી લહેરની કૃષિક્ષેત્રે શું પડશે અસર? જાણો નીતિ આયોગે શું કહ્યું