જયારે રણબીર કપૂરને તેની એક્સ ગર્લફ્રેન્ડના કારણે પોતાનું ઘર છોડવાનો વખત આવ્યો હતો !

દિવંગત અભિનેતા ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે અને તેની પત્ની નીતુ કપૂરે રણબીરના એક નિર્ણયને ખોટી રીતે લીધો હતો જેના કારણે રણબીર કપૂરને (Ranbir Kapoor) જે-તે સમયે ઘર છોડીને જવું પડ્યું હતું.

જયારે રણબીર કપૂરને તેની એક્સ ગર્લફ્રેન્ડના કારણે પોતાનું ઘર છોડવાનો વખત આવ્યો હતો !
Rishi & Neetu Kapoor (File Photo)
| Edited By: | Updated on: Apr 20, 2022 | 7:41 PM

બોલિવૂડના મહાન એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મો દ્વારા તેઓ હંમેશા આપણી વચ્ચે બની રહેશે. રણબીર કપૂર (Ranbir Kapoor) ભલે આજે તેની લોન્ગ ટર્મ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયો છે, પણ એ વાત આજે બિલકુલ અજાણી નથી કે તેના અનેક બૉલીવુડ અભિનેત્રીઓ સાથે ચર્ચાસ્પદ સંબંધો રહી ચુક્યા છે. તાજેતરમાં યોજાયેલા તેમના પુત્ર રણબીર કપૂરના લગ્નમાં બધાએ ઋષિ કપૂરને ખૂબ જ મિસ કર્યા હતા. ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂર સાથે ખૂબ સારા સંબંધો હતા.

એક સમયે રણબીરે છોડ્યું હતું ઘર

2015માં એક ઈન્ટરવ્યુમાં ઋષિ કપૂરે કહ્યું હતું કે તેણે અને તેની પત્ની નીતુ કપૂરે રણબીરના એક નિર્ણયને ખોટી રીતે લીધો હતો. જેના પર રણબીર કપૂરને ઘર છોડવું પડ્યું હતું. રણબીરના આમ કરવાથી આખો પરિવાર ખૂબ જ દુઃખી થયો હતો. તે સમયે રણબીરે ઘર છોડીને તેની તે સમયની કથિત ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ સાથે રહેવાનું નક્કી કર્યું હતું.

ગર્લફ્રેન્ડ સાથે રહેવા ગયો હતો રણબીર

ઋષિ કપૂરે કહ્યું હતું કે જ્યારે તેઓ અભિનેત્રી નીતુ સિંહ સાથે લગ્ન કરીને ઘર છોડીને બહાર નીકળ્યા ત્યારે તેમના પિતાએ તેમને સાથ આપ્યો હતો. તેમનું કહેવું હતું કે જ્યારે રણબીરે તેની ગર્લફ્રેન્ડ સાથે રહેવાનું નક્કી કર્યું ત્યારે તેમણે પણ રણબીરને તેની પર્સનલ સ્પેસ આપી હતી.

તેણે આગળ એમ પણ કહ્યું હતું કે તે ઘરમાં તેનો એક રૂમ હતો. હવે તે ખાલી એક રૂમમાં કેવી રીતે રહી શકે? ઋષિ કપૂરના મતે રણબીર કપૂર એ એક ખુબ સારો પુત્ર છે. તે તેની દરેક વાત માનતો હતો. જો કે, તેઓ રણબીરના કરિયરમાં અને તેની અંગત જિંદગીમાં દખલ કરવા માંગતા નથી.

એક વખતે પુત્ર સાથે ખરાબ સંબંધો બની ગયા હતા

ઋષિ કપૂરે વધુમાં કહ્યું હતું કે તેમણે રણબીર કપૂર સાથે પોતાના સંબંધો બગાડ્યા હતા. તેમની પત્ની એટલે કે નીતુ સિંહ પણ તેમને કહેતી કે તેઓ શું કરી રહ્યા છે. તેમની પત્નીએ કહ્યું હતું કે હવે ઘણું મોડું થઈ ગયું છે. ઋષિ કપૂરે કહ્યું કે રણબીર સાથે ન હોવાનો અનુભવ ઘણો ખરાબ રહ્યો છે. ઋષિ કપૂરે જણાવ્યું હતું કે હવે તેઓ એક નવું ઘર બનાવી રહ્યા છે જ્યાં તેમના પરિવાર માટે ઘણી જગ્યા હશે.

વર્ષ 2019માં જ્યારે ઋષિ કપૂર કેન્સરની સારવાર માટે ન્યૂયોર્ક ગયા હતા ત્યારે રણબીરે પોતાના પિતાની સાથે ખૂબ સારો સમય એટલે કે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો. ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર માટેનો નિર્ણય પણ તેમના દિકરા રણબીરનો જ હતો. તે ઘણી વખત આલિયા ભટ્ટ સાથે પોતાના માતા પિતાને ન્યૂયોર્કમાં મળવા જતા હતા.

 

આ પણ વાંચો – Alia Bhatt Spotted: લગ્ન બાદ પહેલીવાર ઘરની બહાર આવી આલિયા ભટ્ટ, એક્ટ્રેસનો સિમ્પલ લુક ચાહકોના દિલને સ્પર્શી ગયો