જ્યારે Anushka Sharma ને બોલ્યા હતા કરણ જોહર, તમે દેશની વહુ છો, અમે કઈ કહી પણ નથી શકતા

|

May 24, 2021 | 8:15 PM

અનુષ્કાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કરણ જોહર (Karan Johar) તેમને 'દેશની વહુ' કહેતા નજરે પડે છે.

જ્યારે Anushka Sharma ને બોલ્યા હતા કરણ જોહર, તમે દેશની વહુ છો, અમે કઈ કહી પણ નથી શકતા
Virat Kohli, Anushka Sharma, Karan Johar

Follow us on

અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ક્રિકેટના ચાહકો અને સિને પ્રેમીઓનાં પ્રિય કપલ છે. અનુષ્કાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કરણ જોહર (Karan Johar) તેમને ‘દેશની વહુ’ કહેતા નજરે પડે છે. આ વીડિયો 2018 નો છે. તે સમયે, ‘India’s Got Talent 8’ માં અનુષ્કા ‘ઝીરો’ના પ્રમોશન માટે ગઈ હતી. તેની સાથે કેટરિના કૈફ પણ છે.

મજાનો છે આ વાયરલ વીડિયો

અનુષ્કા (Anushka Sharma) નો આ વીડિયો ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. કરણ (Karan Johar) પૂછે છે કે કયા ગીતની લિરિક્સ છે, ‘બહકી હૈ નિગાહેં ઔર બિખરે હૈ બાલ’. આના પર અનુષ્કા ગીત ગાવાનું શરૂ કરે છે, અને કેટરિના (Katrina Kaif) સાચો જવાબ આપે છે.

 

 

 

વિરાટને લઈ ખેંચી ટાંગ

કરણ (Karan Johar) આગળનો સવાલ પૂછે છે, જેના પર અનુષ્કા કેટરિના પહેલાં ગાવાનું શરૂ કરે છે. કેટરિના કહે છે, તક મળી નથી. આના પર અનુષ્કા જવાબ આપે છે, મે માર્યો મોકા પર ચોકો. અનુષ્કાનું આવું કહેવા પર કરણ જોહર તેમને ચીડવાની તક ચૂકતા નથી. તેઓ તેની ટાંગ ખેંચે છે, આટલી મોટી થઈ ગઈ છે મારી પુત્રી , ક્રિકેટના જોક્સ ક્રેક કરવા લાગી છે. તમે તો દેશની વહુ છો, અમે તેમને કંઈપણ કહી શકીએ નહીં.

લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે અનુષ્કા

આપને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના પહેલા બાળક વામિકાના માતા પિતા બન્યા છે. અનુષ્કા અને વિરાટે ડિસેમ્બર 2017 માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અનુષ્કા શર્મા છેલ્લે વર્ષ 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી.

આ ફિલ્મમાં તેમની સાથે શાહરૂખ ખાન (Shahrukh Khan ) અને કેટરિના કૈફ (Katrina Kaif)  મુખ્ય ભૂમિકામાં હતાં. ત્યારબાદ, અનુષ્કાએ તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી નથી.

આ પણ વાંચો :- Dhanashree Vermaએ સ્ટાઈલિશ લુકમાં કર્યો એવો જબરદસ્ત ડાન્સ, ચાહકોએ કહ્યું- ‘વાહ ભાભીજી વાહ’

આ પણ વાંચો :- Sonakshi Sinha એ સોશિયલ મીડિયા પર શેર કરી એક તસ્વીર, લખ્યું સ્પેશિયલ કેપ્શન

Next Video