Dhanashree Vermaએ સ્ટાઈલિશ લુકમાં કર્યો એવો જબરદસ્ત ડાન્સ, ચાહકોએ કહ્યું- ‘વાહ ભાભીજી વાહ’

ધનશ્રી વર્મા (Dhanashree Verma) ફરી એકવાર તેમના ચાહકો માટે એક વીડિયો લઈને આવી છે, જેના પછી તેમના ચાહકો તેમના પર ફિદા થતા જોવા મળે છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 24, 2021 | 5:38 PM

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય જોવા મળી રહી છે. યુઝવેન્દ્ર ચહલના માતાપિતા થોડાક દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારે ધનશ્રી થોડો સમય ઈન્સ્ટાગ્રામથી દૂર રહી હતી, પરંતુ તે ફરી એકવાર ખૂબ જ લાજવાબ સ્ટાઈલથી પાછી ફરી છે.

 

 

તેમના જબરદસ્ત ડાન્સ મૂવ્સ માટે જાણીતી ધનશ્રી વર્મા (Dhanashree Verma) ફરી એકવાર તેમના ચાહકો માટે એક વીડિયો લઈને આવી છે, તેમના ચાહકો તેમના પર ફિદા થતાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ધનશ્રીએ બ્લુ કલરનું પેન્ટ અને શર્ટમાં એક ધમાકેદાર ડાન્સ વીડિયો શેર કર્યો છે. ધનશ્રી વર્મા (Dhanashree Verma Dance)એ આ ડાન્સ વીડિયો તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

 

આ ડાન્સ વીડિયો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું કે, “આ અશાંત વાતાવરણમાં ટ્રેન્ડને બનાવી રાખવા. આવતીકાલે આ જ ટ્રેક પર એક ડાન્સ રીલ પોસ્ટ કરીશ, પરંતુ હ્યૂમરસ ટચની સાથે. કોઈ અંદાજો કે શું થવાનું છે? “. ધનશ્રીનો આ ડાન્સ વીડિયો હંમેશની જેમ તેમના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

એક સોશિયલ મીડિયા યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું કે, “તેમના મુવ્સ એટલા ફાસ્ટ હોય છે કે તે સમજી શકતો નથી કે તેઓ શું કરે છે”. પછી બીજા યુઝરે લખ્યું, “વાહ ભાભીજી વાહ”.

 

 

 

નોંધપાત્ર વાત એ છે કે 2014માં નવી મુંબઈની ડી વાઈ પાટિલ ડેન્ટલ કોલેજમાંથી ભણેલી ધનશ્રી વર્માની (Dhanashree Verma Dance Video) ડાન્સ સાથે સંકળાયેલી પોતાની એક યુટ્યુબ ચેનલ પણ છે, જેમાં 15 લાખથી વધુ સબ્સ્ક્રાઈબર્સ છે. તમને જણાવી દઈએ કે, ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના લગ્ન વર્ષ 2020માં થયા હતા.

 

ડિસેમ્બર 2020માં થયા હતા ચહલ-ધનશ્રીના લગ્ન

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને તેમની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) ઘણા ચર્ચિત કપલ છે. તેઓ તેમના ચાહકો માટે સુંદર ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના ગયા વર્ષે ડિસેમ્બર 2020માં લગ્ન થયા હતા.

 

આ પણ વાંચો: Virat Kohli વિદેશી અભિનેત્રી સાથે ચલાવી ચુક્યો છે ચક્કર! ફરવા લાગી તસ્વીરો, જુઓ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">