અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ છે. લાંબા સમય બાદ થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મનો જાદુ લોકો પર કામ કરી શક્યો નથી. સારા રિવ્યુ હોવા છતાં, ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન કંઈ ખાસ કરી રહ્યું નહોતું. પરંતુ હવે સપ્તાહના અંતે બોક્સ ઓફિસ કલેક્શન વધ્યું છે. જે બાદ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન હજુ વધવાની આશા છે.
ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન રહ્યું ફિક્કું
બેલ બોટમે પહેલા દિવસે લગભગ 3 કરોડ, બીજા દિવસે 2.50 કરોડનો બિઝનેસ કર્યો હતો, હવે ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન બહાર આવ્યું છે. ફિલ્મને દિલ્હી-એનસીઆર, બેંગ્લોર અને કોલકાતામાં ગ્રોથ મળ્યો છે. જેના કારણે તેનું બોક્સ ઓફિસ કલેક્શન સુધર્યું છે.
ત્રીજા દિવસે બોક્સ ઓફિસ કલેક્શન
રિપોર્ટ અનુસાર, અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમે લગભગ 3.25 કરોડનો બિઝનેસ કર્યો છે. જે બાદ અત્યાર સુધીમાં કુલ રકમ લગભગ 8.75 કરોડ થઈ ગઈ છે. આજે રક્ષાબંધન નિમિત્તે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન હજુ વધી શકે એમ છે. લોંગ વિકેન્ડમાં બેલ બોટમનો લાભ મળવાનું શરૂ થઈ રહ્યું છે.
રક્ષાબંધનથી બેલ બોટમનો કેટલો ફાયદો થયો છે, તે તો આવતી કાલે આવતા બોક્સ ઓફિસ કલેક્શન પરથી જ ખબર પડશે. જોકે ચોથા દિવસે જ બોક્સ ઓફિસ કલેક્શન વધવાની ધારણા છે.
ઓનલાઇન લીક
અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ થિયેટરોમાં રિલીઝ થયાના થોડા કલાકો બાદ જ ઓનલાઈન લીક થઈ હતી. લોકોએ તેને HD માં ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું. જેણે ચોક્કસપણે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને અસર કરી છે. ઘણા રાજ્યોમાં હજુ પણ થિયેટરો ખોલવાની મંજૂરી નથી, જેના કારણે લોકો તેને ડાઉનલોડ કરીને ઓનલાઈન જોઈ રહ્યા છે.
એક હાઇજેકિંગની વાર્તા છે ફિલ્મ
ફિલ્મની વાત કરીએ તો તે એક હાઇજેકિંગની વાર્તા છે. જેમાં આતંકીઓએ એક ફ્લાઇટને હાઇજેક કરી હતી. તે પછી અક્ષય કુમાર મુસાફરોને બચાવવા અને આતંકવાદીઓને પકડવા માટે તેમની ટીમ લઈ જાય છે. ફિલ્મમાં અક્ષય સાથે લારા દત્તા, હુમા કુરેશી અને વાણી કપૂર મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. લારા દત્તાએ ફિલ્મમાં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. ટ્રેલર જોયા બાદ લોકો લારા દત્તાને ઓળખી શક્યા નહોતા.
આ પણ વાંચો: Birthday Special: નાગિન 3 ની આ અભિનેત્રીને ઘણી વખત પ્રેમમાં મળ્યો દગો, જાણો કોની સાથે જોડાયું હતું નામ
આ પણ વાંચો: કપિલ શર્મા શોના પહેલા એપિસોડમાં જ ધબડકો, કૃષ્ણા અભિષેકે કહ્યું કંઈક એવું કે ભડકી શકે છે વિવાદ