વેલેન્ટાઈન ડેને લઈને શું છે સલમાન ખાનનો પ્લાન?, કહ્યું ‘મારો વેલેન્ટાઈન ડે’…

સલમાન ખાન ક્યારે લગ્ન કરશે તે કોઈ નથી જાણતું, પણ સિંગલ હોવા છત્તા સલમાન પોતાના વેલેન્ટાઈનને લઈને ખાસ તૈયારીઓ કરી રહ્યો છે જેનો આ દિવસને સેલિબ્રેટ કરવાનો પ્લાન સામે આવ્યો છે.

વેલેન્ટાઈન ડેને લઈને શું છે સલમાન ખાનનો પ્લાન?, કહ્યું મારો વેલેન્ટાઈન ડે...
Salman Khans plan regarding Valentine Day
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Feb 14, 2023 | 1:04 PM

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની લાખો છોકરીઓ દીવાની છે. સલમાન ખાનનું નામ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. વાત કરીએ તો ઐશ્વર્યા રાયથી લઈને કેટરિના કૈફ સુધી, સલમાનના અનેક અભિનેત્રીઓ સાથે સંબંધો રહ્યા છે. તેમ છત્તા સલમાન ખાને આજ સુધી લગ્ન કર્યા નથી. સલમાન ખાનને વારંવાર પૂછવામાં આવે છે કે તે ક્યારે લગ્ન કરશે? ચાહકો હજુ પણ સલમાન ખાનના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

સિંગલ સલમાનનો આજના દિવસ પ્લાન

હવે સલમાન ખાન ક્યારે લગ્ન કરશે તે કોઈ નથી જાણતું, પણ સિંગલ હોવા છત્તા સલમાન પોતાના વેલેન્ટાઈનને લઈને ખાસ તૈયારીઓ કરી રહ્યો છે જેનો આ દિવસને સેલિબ્રેટ કરવાનો પ્લાન સામે આવ્યો છે. હકીકતમાં, આ દિવસોમાં સિંગલ રહેલા સલમાન ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના નવા પ્લાન વિશે જણાવી રહ્યો છે. આ દરમિયાન એક પત્રકારે સલમાન ખાનને પૂછ્યું કે ‘વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે, શું તમારી તરફથી કોઈ ખાસ પ્લાનિંગ થવાનું છે?

સલમાનનો વીડિયો વાયરલ

આ સવાલનો જવાબ આપતા સલમાન ખાને પહેલા થોડું હસે છે અને પછી કહે છે, ‘ભાઈ મારે વેલેન્ટાઈન ડે સાથે શું લેવાદેવા છે? કે પછી વેલેન્ટાઈન ડેને મારાથી શા સંબંધ છે?” આમ કહી સલમાન હસવા લાગે છે. જે બાદ સલમાન ખાન બધાને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી હતી. ‘આપ સૌને વેલેન્ટાઈન ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમ કહી છેલ્લે કહે છે (બી સેફ) સલામત રહો’ અને તેનો આજના દિવસે સિંગલ લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે

આજે વેલેન્ટાઈન ડે છે, આ અવસર પર સલમાન ખાનનો આ જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સાથેના ઘણા દ્રશ્યો પણ ઉમેરવામાં આવ્યા છે, જેના પર નેટીઝન્સ વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘રુલાયે ક્યા ભાઈ’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘સુરક્ષિત રહો, લાગે છે કે તેમજ કોઈએ તો કહ્યું છે કે સલમાન ભાઈ બજરંગ દળમાં જોડાઈ ગયા છે’.

સલમાન આગામી ફિલ્મની તૈયારીમાં

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મનું એક ગીત પણ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ‘નૈયો લગદા’ ગીતમાં સલમાન લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે. આ ગીતમાં સલમાન ખાન સાથે પૂજા હેગડે પણ જોવા મળી રહી છે.