The Broken News : સોનાલી બેન્દ્રે ‘ધ બ્રોકન ન્યૂઝ’ સાથે OTT ડેબ્યૂ કરશે, જાણો કયા દિવસે રિલીઝ થશે આ સિરીઝ

'ધ બ્રોકન ન્યૂઝ'(The Broken News)ની સ્ટોરી બે ન્યૂઝ ચેનલ પર આધારિત છે. એક ચેનલ 'આવાઝ ભારતી' છે જે એક સ્વતંત્ર, નૈતિક સમાચાર ચેનલ છે અને બીજી 'જોશ 24/7' સનસનાટીભર્યા અને આક્રમક પત્રકારત્વ માટે જાણીતી છે.

The Broken News : સોનાલી બેન્દ્રે ધ બ્રોકન ન્યૂઝ સાથે  OTT ડેબ્યૂ કરશે, જાણો કયા દિવસે રિલીઝ થશે આ સિરીઝ
: વેબ સિરીઝ 'ધ બ્રોકન ન્યૂઝ
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jun 09, 2022 | 3:35 PM

The Broken News: વેબ સિરીઝ ‘ધ બ્રોકન ન્યૂઝ’ (The Broken News) ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થવા જઈ રહી છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાલી બેન્દ્રે આ વેબ સિરીઝ દ્વારા OTTની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. વેબ સિરીઝ ધ બ્રોકન ન્યૂઝનું નિર્દેશન વિનય વૈકુલ દ્વારા કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં અભિનેત્રી સોનાલી બેન્દ્રે ટીવી ન્યૂઝ એન્કરની ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ વેબ સિરિઝ (Web series)બ્રિટિશ સિરીઝ ‘પ્રેસ’ પર ભારતીય રૂપાંતરણ છે. વેબ સિરીઝમાં જયદીપ અહલાવત, શ્રિયા પિલગાંવકર, ઈન્દ્રનીલ સેનગુપ્તા, તારુક રૈના, આકાશ ખુરાના અને કિરણ કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વેબ સિરીઝ શુક્રવારે એટલે કે 10 જૂને રિલીઝ થશે.

શું છે વેબ સિરીઝની સ્ટોરી ?

ધ બ્રોકન ન્યૂઝ વેબ સિરીઝની વાર્તા મીડિયા અને પ્રેસ પર આધારિત છે. વેબ સિરીઝમાં બે ચેનલો બતાવવામાં આવી છે, જેમાં એક ચેનલનું નામ જોશ ન્યૂઝ 24×7 છે, જ્યારે બીજી ચેનલ અવાજ ભારતી છે. વેબ સિરીઝમાં અભિનેત્રી સોનાલી બેન્દ્રે અવાજ ભારતી ન્યૂઝ ચેનલની એન્કર અમીના કુરેશીની ભૂમિકા ભજવતી જોવા મળશે. ટીવી ચેનલોની અંદર થઈ રહેલું કામ, સ્પર્ધા અને સનસનાટીભર્યા ઘટસ્ફોટ વગેરે આ વાર્તામાં જીવંત થશે. આ વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં બંને ચેનલો વચ્ચેની દ્વંદ્વયુદ્ધ દર્શાવવામાં આવ્યું છે.

 

વેબ સિરીઝથી ડિજિટલ ડેબ્યૂ કરશે

સોનાલી બેન્દ્રે વેબ સિરીઝ ધ બ્રોકન ન્યૂઝથી ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહી છે. સોનાલી બેન્દ્રેની ગણતરી 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તે સમયે તે લોકોની પહેલી પસંદ હતી. આજે પણ સોનાલીની ફેન ફોલોઈંગ ઓછી નથી. લોકો તેનો લુક ખૂબ પસંદ કરે છે. તે કેન્સરમાંથી સાજા થયા બાદ ફરીથી પહેલીવાર એક્ટિંગ કરતી જોવા મળશે.

સોનાલી બેન્દ્રે એક નવા રોલમાં જોવા મળશે

સોનાલી બેન્દ્રે તેની ડીજીટલ ડેબ્યુ સીરીઝને જોરશોરથી પ્રમોટ કરી રહી છે. તેનું દિગ્દર્શન વિનય વૈકુલ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે તાજેતરમાં ક્રાઈમ થ્રિલર નેટફ્લિક્સ ‘આરણ્યક’નું નિર્દેશન કર્યું છે.