
વિક્રમ કોચરનો (Vikram Kochhar) જન્મ 27 સપ્ટેમ્બર 1983 ના રોજ થયો છે. તે એક ભારતીય ફિલ્મ ટેલિવિઝન અને થિયેટર એક્ટર (Indian Actor) છે. તેનો જન્મ અને ઉછેર હરિયાણાના ગુડગાંવ ખાતે કોચર પરિવારમાં થયો હતો. તેને પોતાનું સ્કૂલિંગ આર્મી સ્કૂલ નોઈડામાં કર્યું. ત્યાર બાદ તેઓ તેમના ગ્રેજ્યુએશન માટે દિલ્હી ગયા. નેટિનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્નાતક થયા પછી, તેઓ મુખાતિબ થિયેટર ગ્રુપમાં જોડાયા. વિક્રમ કોચર 2014 માં રીલિઝ થયેલી તેની મૂવી ટ્રિપ ટુ ભાનગઢઃ એશિયાઝ મોસ્ટ હોન્ટેડ પ્લેસ માટે જાણીતા છે. વિક્રમ કોચર મટરુ કી બિજલી કા મંડોલા, ઘનચક્કર જેવી અન્ય ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. વિક્રમ કોચરે સુમિત સંભાલ લેગા (2015), સેક્રેડ ગેમ્સ (2018) અને મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી (2019) જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ‘કેસરી’માં અક્ષય કુમાર સાથે ઓન-સ્ક્રીન કામ કરતો પણ જોવા મળ્યો હતો.
‘કેસરી’માં અક્ષય કુમાર સાથે ઓન-સ્ક્રીન કામ કરતો પણ જોવા મળ્યો હતો.
તેને ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
તેને ‘રક્તાંચલ’ (2020) વેબ સિરીઝમાં કામ કર્યું છે.
તેઓ મુખાતિબ થિયેટર ગ્રુપમાં જોડાયને ઘણું કામ કર્યું છે.
વિક્રમ કોચર રફુચક્કરની કાસ્ટનો ભાગ બનશે. રિતમ શ્રીવાસ્તવ દ્વારા દિગ્દર્શિત અને જિયો સ્ટુડિયો દ્વારા નિર્મિત, રફૂચક્કર નવી સિરીઝ શરૂ કરવા માટે વૂટ તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મનીષ પોલ અને પ્રિયા બાપટ વૂટ વેબ સિરીઝમાં લીડ રોલમાં છે. આ સિરીઝ એક એવા ઠગ વિશે હશે જે લોકોને છેતરવા અને પૈસા વસૂલવાની અનોખી વ્યૂહરચના સાથે આવે છે.
હાલમાં તે ફિલ્મ ‘મોદી જી કી બેટી’માં જોવા મળશે. આ ફિલ્મને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. આ ફિલ્મ હાલમાં મીડિયામાં તેના નામને લઈને ઘણી ચર્ચામાં છે.
Published On - 10:08 pm, Fri, 7 October 22