Web Series and Movies : ‘શાબાશ મિઠ્ઠૂ ‘થી લઈ જાદુગર સુધી, આ ફિલ્મો અને વેબ સિરીઝ આ અઠવાડિયે રિલીઝ થશે

OTT પર અને સિનેમાધરોમાં આ અઠવાડિયે ઘણી જબરદસ્ત વેબસિરીઝ અને ફિલ્મો આવી રહી છે જે તમારું ભરપૂર મનોરંજન કરશે. ચાલો જાણીએ કે આ અઠવાડિયે OTT પર અને સિનેમાધરોમાં દર્શકો માટે શું ખાસ છે.

Web Series and Movies :  ‘શાબાશ મિઠ્ઠૂ ‘થી લઈ જાદુગર સુધી, આ ફિલ્મો અને વેબ સિરીઝ આ અઠવાડિયે રિલીઝ થશે
‘શાબાશ મિઠ્ઠૂ ‘થી લઈ જાદુગર સુધી , આ ફિલ્મો અને વેબ સિરીઝ આ અઠવાડિયે રિલીઝ થશે
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 13, 2022 | 12:13 PM

Upcoming Web Series and Movies: આ મહિનાની શરૂઆતમાં ‘રોકેટરી: ધ નામ્બી ઈફેક્ટ’ અને ‘રાષ્ટ્રકવચ ઓમ’, ‘થોર: લવ એન્ડ થંડર’ અને ‘ખુદા હાફિઝ 2’ (Khuda Hafiz 2)ની બોક્સ-ઓફિસ પર ટક્કર જોયા પછી, આ અઠવાડિયા માટેનો ઉત્સાહ વધી ગયો છે. જુલાઇના આ સપ્તાહમાં પણ દર્શકો માટે થિયેટરોમાં જબરદસ્ત કન્ટેન્ટ રિલીઝ થવા જઇ રહ્યું છે. દર અઠવાડિયે સિનેમાઘરોમાં દર્શકો માટે કંઈક નવું રિલીઝ થઈ રહ્યું છે. બાયોપિક (Biopic), એક્શન, મ્યુઝિક ડ્રામા અને સાયન્સ-ફિક્શન ફિલ્મો આ અઠવાડિયે સિનેમાઘરોમાં આવશે. ચાલો જાણીએ મનોરંજન (Entertainment)માટે આ અઠવાડિયે કઈ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

અભિનેત્રી તાપસી પન્નુ સ્ટાર ફિલ્મ 15 જૂલાઈના રોજ સિનેમાધરોમાં રિલીઝ થશે, ફિલ્મમાં તાપસીએ ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી મિતાલી રાજ (Mithali Raj)ની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં મિતાલી રાજના કરિયર અને તેની જીંદગીના સંધર્ષની કહાની રજુ કરવામાં આવશે.

 

ફિલ્મમેકર રામગોપાલ વર્મા તેની નવી ફિલ્મ લડકી ડ્રેગન ગર્લની સાથે સિનેમાધરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 15 જુલાઈના રોજ દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મની સ્ટોરી માર્શલ આર્ટસ પર આધારિત છે. જેમાં અભિનેત્રી પૂજા ભાલેકર બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પૂજા માર્શલ આર્ટસમાં એક શાનદાર કલાકાર છે અને આ ફિલ્મ માટે તેણે એક અલગથી ટ્રેનિંગ લીધી છે. ફિલ્મને દેશભરમાં હિંદી સહિત પાંચ અન્ય ભાષમાં રિલીઝ કરવામાં આવશે. આટલું જ નહિ ફિલ્મને ચીનમાં પણ રિલીઝ કરવામાં આવશે.

મશહુર હોરર ફિલ્મ નિર્દેશક વિક્રમ ભટ્ટ 15 જુલાઈ 2022ના રોજ ફરી એક ભૂતિયા સ્ટોરી લઈને આવી રહ્યા છે, જેમાં ભયાનક દર્શ્યો અને રહસ્યોથી ભરપુર ફિલ્મ અલગ થઈને પણ સૌને ડરાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં બોલિવુડ અભિનેતા અક્ષય ઓબરોય અને એનિદ્ર્તા રે મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

પંચાયત ફેમ જીતેન્દ્ર કુમાર અને આરુષિ શર્મા સ્ટારર ફિલ્મ જાદુગર 15 જુલાઈના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને દર્શકો નેટફ્લિક પર જોઈ શકશે. ફિલ્મમાં જીતેન્દ્ર કુમાર મીનુ જાદુગરના રોલમાં છે, આ એક પ્રેમ કહાની અને પ્રેમ મેળવવા માટે સંધર્ષની સ્ટોરી બતાવે છે,

 

 

Published On - 12:13 pm, Wed, 13 July 22