Farzi : 8 વર્ષ પહેલા આ સ્ટોરી પર કરવા માંગતો હતો ફિલ્મ, શાહિદ કપૂરે ‘ફરઝી’ વિશે કર્યો ખુલાસો

શાહિદ કપૂર (Shahid Kapoor) ટૂંક સમયમાં 'ફરઝી' સાથે ઓટીટી પર એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને રાશિ ખન્ના જોવા મળશે. બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની સીરિઝ ફરઝીનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. શાહિદ નકલી નોટો બનાવવાનું કામ કરે છે અને વિજય સેતુપતિ તેને પકડવા માટે પોતાનો જીવ આપી દે છે.

Farzi : 8 વર્ષ પહેલા આ સ્ટોરી પર કરવા માંગતો હતો ફિલ્મ, શાહિદ કપૂરે ફરઝી વિશે કર્યો ખુલાસો
Shahid Kapoor
Image Credit source: Prime Video
| Edited By: | Updated on: Jan 13, 2023 | 9:50 PM

શાહિદ કપૂર વેબ સિરીઝ ‘ફરઝી‘થી ઓટીટીની દુનિયામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, આ દરમિયાન તેણે આ સિરીઝ વિશે ઘણા રસપ્રદ ખુલાસા કર્યા છે. શાહિદે કહ્યું કે વર્ષ 2023ની આ એક શાનદાર શરૂઆત છે. આ ન્યૂ યરની સારી શરૂઆત છે. હું ખૂબ જ ખુશ હતો જ્યારે મેં સાંભળ્યું કે અમે અમારો શોને 10 ફેબ્રુઆરીને લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે અમે આ વિષય વિશે વિચારવાનું શરૂ કર્યું, ત્યારે એક ટાઈમ હતો જ્યારે દરેક વ્યક્તિ ઓટીટી વિશે વાત કરતા ન હતા અને આજે લગભગ દરેક જણ ઓટીટીને ફિલ્મ કરતાં વધુ કન્સીડર કરે છે.

આગળ શાહિદે કહ્યું કે મેં પણ ઓટીટી પર ફેમિલી મેનની બંને સીઝન ફેમિલી મેન વન-ફેમિલી મેન ટુ જોઈ છે અને મને તે ખૂબ જ પસંદ આવી છે. જ્યારે અમે વાત કરી તો ‘ફરઝી એક ફિલ્મ હતી’. જ્યારે અમે આ ફિલ્મ વિશે વાત કરી તો મેં તેમને પૂછ્યું કે ફિલ્મ તો સારી છે પણ તમે શોમાં શું બનાવી રહ્યા છો. મારી વાત સાંભળીને તેમને મને પૂછ્યું, રિયલી શું તમે એક શોમાં કામ કરવા માંગો છો? પછી મેં કહ્યું હા, બિલકુલ, હું આ કરવા માંગુ છું અને હું ખૂબ ઈચ્છું છું કે હું તમારા બધા સાથે એક શોમાં કામ કરી શકું કારણ કે મને તમારું કામ ખૂબ ગમે છે.

શહીદ કપૂરે કર્યો ખુલાસો

ફરઝી વિશે આગળ વાત કરતા શાહિદ કપૂરે કહ્યું કે અમારી વચ્ચે સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે અમે 8 વર્ષ પહેલા એક ફિલ્મ વિશે વાત કરી હતી. પરંતુ મને ખુશી છે કે આના પર એક સિરીઝ બનવા જઈ રહી છે. ફરઝી વિશેની સૌથી સારી વાત જે મને લાગે છે કે, આ અમારી સપનોની સિરીઝ છે. મતલબ કે આ અમારી ડ્રીમ સિરીઝ છે અને મને લાગે છે કે અમે બંનેએ તેની માટે મહેનત કરી છે. ફરઝીની પહેલી સિઝન લગભગ અઢી ફિલ્મો જેટલી છે.

આ પણ વાંચો : Farzi Series Trailer: કોણ અસલી, કોણ નકલી? શાહિદ કપૂર અને વિજય સેતુપતિ દમદાર રોલમાં જોવા મળ્યા

સનીનો રોલ પ્લે કરશે શાહિદ

શાહિદે આગળ કહ્યું કે લોકોને તે ગમે છે. તેથી અમે ભવિષ્યમાં પણ આવી અઢીથી વધુ ફિલ્મો બનાવવાનું ચાલુ રાખીશું. મતલબ કે અમે આવી જ સિરીઝ બનાવતા રહીશું. આ સિરીઝમાં હું ‘સની’નો રોલ પ્લે કરી રહ્યો છું, આ તો સની માટે આ માત્ર એક શરૂઆત છે.