
Bigg Boss OTT 2 House Theme: બિગ બોસ ઓટીટીની (Bigg Boss OTT 2) નવી સિઝન ટૂંક સમયમાં જ એન્ટરટેઈન કરશે. બિગ બોસ શોને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. સલમાન ખાન (Salman Khan) પહેલીવાર બિગ બોસ ઓટીટી સિઝનને હોસ્ટ કરશે. શોના મેકર્સ શોને લઈને નવા નવા અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં જ મેકર્સે શોના સ્પર્ધક વિશે હિન્ટ આપી હતી. હાલમાં ઘરની અંદરની ઝલક જોવા મળી છે.
બિગ બોસ ઓટીટી 2 ના ઘરનો ઈનસાઈડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વખતે ઘરની ડિઝાઈન એકદમ ઈન્ટરેસ્ટિંગ અને સુંદર છે. પહેલી ઝલક જોયા બાદ સ્પષ્ટ છે કે આ વખતે ઘર ખૂબ જ સુંદર બનવાનું છે. જિયો સિનેમાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ઘરની પહેલી ઝલક શેર કરતા લખ્યું છે કે સ્પર્ધકની પહેલી ઝલકએ તમારું દિલ જીતી લીધું હશે. કારણ કે આ વખતે જનતા જ અસલી બોસ છે. આ છે બિગ બોસ ઓટીટી 2ના ઘરની પહેલી ઝલક.
મેકર્સ દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં દિવાલ પર મોટી આંખની ડિઝાઈન બનાવવામાં આવી છે. તેમજ તેને ખૂબ જ કલરફુલ રાખવામાં આવી છે. મેટાલિક સિલ્વરનો ટચ પણ આપવામાં આવ્યો છે. આ સાથે તેને રસોડામાં ઉપયોગમાં લેવાતા વાસણોથી શણગારવામાં આવે છે. ફોટોમાં એક ટેબલ અને બે નાની ખુરશીઓ રાખવામાં આવી છે. ફોટો જોઈને લાગે છે કે આ વખતની થીમ કિચન સાથે રિલેટેડ હોઈ શકે છે. કારણ કે દર વખતે મોટાભાગના ઝઘડા રસોડામાં જ થાય છે. તે જોવું રસપ્રદ રહેશે આ વખતે શોની થીમ શું હશે.
તમને જણાવી દઈએ કે બિગ બોસ ઓટીટી સિઝન 2 જિયો સિનેમા પર 17 જૂનથી રાત્રે 9 વાગ્યે સ્ટ્રીમ કરવામાં આવશે. આ વખતે શોમાં અવિનાશ સચદેવ, આકાંક્ષા પુરી, આલિયા સિદ્દીકી, બેબિકા, ફલક નાઝ, જિયા શંકર, મનીષા રાની, પલક પુરસવાની જેવા મોટા સ્ટાર્સ જોવાના છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો